Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 128

ઈશ્વરને આધીન આશીર્વાદિત ઘર

ચઢવાનું ગીત.

જે યહોવાહને માન આપે છે

અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.

તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ;

તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.

તારી પત્ની તારા ઘરમાં

ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે;

તારાં સંતાનો તારી મેજની આસપાસ

જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.

હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે

તે આશીર્વાદિત થશે.

યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;

તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.

તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે.

ઇઝરાયલને શાંતિ થાઓ.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.