ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 127
ઈશ્વરના આશીર્વાદ વિના માનવ-મહેનત મિથ્યા
ચઢવાનું ગીત; સુલેમાનનું.
જો યહોવાહ ઘર ન બાંધે તો,
તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે,
જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો,
ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.
તમારું વહેલું ઊઠવું,
અને મોડું સૂવું,
અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે,
કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે.1
જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે
અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.
યુવાવસ્થામાંના પુત્રો
બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે.
જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે,
ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.
Source notes (1)
- Footnote યહોવાહનો બદલો
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.