ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 126
બંદીવાસમાંથી મુક્તિનો આનંદ
ચઢવાનું ગીત.
જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા1,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.
ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું
અને અમારી જીભ ગાયન કરવા લાગી.
ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું,
“યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.”
યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે;
અમે કેટલા ખુશ છીએ!
નેગેબના ઝરણાંની જેમ,
હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો2.
જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે,
તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.
Source notes (2)
- Footnote યહોવાહ સિયોનને પુનઃસ્થાપિત કર્યું
- Footnote સફળ કરો
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.