ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 129
પ્રભુએ સંભાળેલી ઇઝરાયલ પ્રજા
ચઢવાનું ગીત.
ઇઝરાયલ કહો કે,
“તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”
“મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે,
તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.
મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે;
તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.
યહોવાહ ન્યાયી છે;
દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે1.”
સિયોનને ધિક્કારનારા બધા
અપમાનિત થાઓ અને પાછા ફરો.
તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ
કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
જેથી કાપનાર પોતાનો હાથ
અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે,
“યહોવાહનો આશીર્વાદ તમારા પર હો;
યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”
Source notes (1)
- Footnote યહોવાહ દુષ્ટોના બંધનોથી બચાવે છે
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.