ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગીત. 6
હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી
તારો પ્રીતમ કઈ તરફ ગયો છે?
તારો પ્રીતમ કઈ દિશા તરફ ગયો છે,
અમને કહે જેથી અમે તારી સાથે તેને શોધીએ?
મારો પ્રીતમ પોતાના બાગમાં ગયો છે,
સુગંધીઓના ક્યારામાં,
બાગોમાં આનંદ કરવા ગુલછડી વીણવા ગયો છે.
હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે;
તે ગુલછડીઓમાં પોતાને આનંદિત કરે છે.
પાંચમું ગીત
સ્ત્રીનો પ્રીતમ તેને કહે છે, મારી પ્રિયતમા તું તિર્સા જેવી સુંદર,
યરુશાલેમ જેવી ખૂબસૂરત,
અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.
તારાં નેત્ર મારી તરફથી ફેરવી લે,
કેમ કે તેઓએ મારો પરાજય કર્યો છે.
ગિલ્યાદની બાજુએ બેઠેલા,
બકરાંના ટોળાં જેવા તારા કેશ છે.
ઘોવાઇને બહાર નીકળેલી
ઘેટીઓના ટોળાં જેવા તારા દાંત છે
જેઓમાંની દરેક બબ્બે બચ્ચાં જણે છે
અને તેઓમાંના કોઈએ પોતાના બચ્ચાં ગુમાવ્યાં નથી.
તારા બુરખા પાછળ
તારા ગાલ દાડમની ફાડ જેવા છે.
રાણીઓ તો સાઠ છે અને એંસી ઉપપત્નીઓ છે;
અને બીજી અસંખ્ય કુમારિકાઓ છે.
અને મારી હોલી, મારી નિષ્કલંક તો એક જ છે;
તે પોતાની માતાની એકની એક છે;
તે પોતાની જનેતાની માનીતી છે.
પુત્રીઓએ તેને જોઈને કહ્યું કે તું પ્રશંસાપાત્ર છે; રાણીઓ અને ઉપપત્નીઓ તેને જોઈને તેની પ્રશંસા કરે છે.
પ્રભાતના જેવી પ્રકાશિત ક્રાંતિવાળી,
ચંદ્ર જેવી સુંદર,
સૂર્ય જેવી ડાઘ વગરની, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર એ કોણ છે?
વસંતઋતુ ખીલી છે તે જોવા
દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ;
દાડમોને મોર આવ્યો છે કે કેમ;
તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો.
હું કંઈ સમજુ તે પહેલા તો
મારા આત્માએ મને રાજવંશી રથમાં બેસાડ્યો.
પાછી આવ, હે શૂલ્લામી;
પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ.
માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.