ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 54
શત્રુઓથી બચાવ માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું, “શું, દાઉદ અમારે ત્યાં સંતાઈ રહેલો નથી?” તે વખતનું.
હે ઈશ્વર, તમારા નામે મને બચાવો
અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો;
મારા મુખની વાતો પર કાન ધરો.
કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે
અને જુલમગારો મારો જીવ લેવા મથે છે;
તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
જુઓ, ઈશ્વર મારા મદદગાર છે;
પ્રભુ જ મારા આત્માનાં આધાર છે1.
તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે;
તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.
હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ;
હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે;
મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.
Source notes (1)
- Footnote જેઓ મારી જિંદગી જાળવી રહ્યાં છે તેમની સાથે ઈશ્વર છે
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.