ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 53
મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ. દાઉદનું માસ્કીલ.
ગી.શા. 14
માણસોની દુષ્ટતા
મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “ઈશ્વર છે જ નહિ.”
તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક દુષ્ટતા કરી છે;
ભલું કરનાર કોઈ નથી.
સમજણો કે ઈશ્વરને શોધનાર માણસ છે કે નહિ,
તે જોવાને ઈશ્વરે આકાશમાંથી
મનુષ્યજાત પર દ્રષ્ટિ કરી.
તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે;
ભલું કરનાર કોઈ રહ્યો નથી, ના, એક પણ નહિ.
શું ખોટું કરનારને કંઈ સમજણ નથી?
તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકોને ખાઈ જાય છે1
પણ તેઓ કોઈ ઈશ્વરને પોકારતા નથી.
જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા;
કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે2;
તમે તેઓને બદનામ કર્યા છે કેમ કે ઈશ્વરે તેઓને નકાર્યા છે3.
સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે!
જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે,
ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.
Source notes (3)
- Footnote તેઓ મારા લોકોને લૂટી લેશે
- Footnote ઈશ્વર ભક્તિહીન લોકોના હાડકાંને વિખેરી નાખશે
- Footnote ઈશ્વરે તેઓને લજ્જિત કર્યા છે
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.