Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 3

સહાય માટે સવારની પ્રાર્થના

પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.

હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે!

મારી સામે હુમલો કરનારા ઘણા છે.

ઘણા મારા વિષે કહે છે,

“ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” સેલાહ

પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો,

તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.

હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું

અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. સેલાહ

હું સૂઈને ઊંઘી ગયો;

હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.

જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે

તેઓથી હું બીશ નહિ.

હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો!

કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે;

તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.

વિજય1 યહોવાહ પાસેથી મળે છે.

તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ.

Source notes (1)
  1. Footnote ઉદ્ધાર

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.