Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 24

મહાન રાજા

દાઉદનું ગીત.

પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાહનાં છે,

જગત અને તેમાં વસનારાં પણ તેમનાં છે.

કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે

અને નદીઓ પર તેને સ્થાપન કરી છે.

યહોવાહના પર્વત1 પર કોણ ચઢી શકશે?

તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?

જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે;

જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી

અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.

તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે

અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.

હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે

તેઓની પેઢી આ છે. સેલાહ.

હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચાં કરો;

હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે ઊંચાં થાઓ,

કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!

ગૌરવવાન રાજા તે કોણ છે?

યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.

હે પ્રવેશદ્વારો, તમારાં માથાં ઊંચાં કરો;

હે પ્રાચીન પ્રવેશદ્વારો, તમે પણ ઊંચાં થાઓ,

કે જેથી ગૌરવવાન રાજા અંદર આવશે!

આ ગૌરવવાન રાજા તે કોણ છે?

યહોવાહ આકાશોના સર્વ સૈન્યોના માલિક એ જ

ગૌરવવાન રાજા છે. સેલાહ.

Source notes (1)
  1. Footnote આ પર્વત પર મંદિર બાંધવામાં આવ્યું હતું. લોકો સિયોન પર્વત ચઢીને મંદિરમાં પ્રવેશતા હતા અને ઈશ્વરની ઉપાસના કરતા હતા.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.