ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 23
યહોવાહ મારા પાળક
દાઉદનું ગીત.
યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં ઘાસમાં સુવાડે છે
તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
તે મારા આત્માને તાજગી આપે છે;
પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું,
તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો;
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.
તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો
તમે મારા માથા પર તેલ રેડ્યું છે;
મારો પ્યાલો છલકાઈ જાય છે1.
નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે;
અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
Source notes (1)
- Footnote જુઓ લૂક 7:46
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.