Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 150

ગાઓ, વાજિંત્રો વગાડો, ને પ્રભુની સ્તુતિ કરો

યહોવાહની સ્તુતિ કરો.

તેમના પવિત્રસ્થાનમાં તેમની સ્તુતિ કરો;

આકાશો તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.

તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો;

તેમના ઉત્તમ માહાત્મ્ય પ્રમાણે તેમની સ્તુતિ કરો.

રણશિંગડાં વગાડીને તેમની સ્તુતિ કરો;

સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.

ખંજરી વગાડીને તથા નૃત્યસહિત તેમની સ્તુતિ કરો;

સારંગી તથા શરણાઈ સાથે તેમની સ્તુતિ કરો.

તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેમની સ્તુતિ કરો;

ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો.

શ્વાસોચ્છવાસ લેનારાં સર્વ યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહની સ્તુતિ કરો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.