Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 122

યરુશાલેમનું મહિમાગીત

ચઢવાનું ગીત; દાઉદનું.

જ્યારે તેઓએ1 મને કહ્યું કે,

“ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.

હે યરુશાલેમ, તારા દ્વારોમાં

અમે ઊભા રહ્યા હતા.

યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા

નગરના જેવું બાંધેલું છે.

ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો,

ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે,

યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.

કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો

દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.

યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો!

જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.

તારા કોટની અંદર શાંતિ

અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.

મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર

હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”

આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે

હું તેની ઉત્તમતાને2 લીધે પ્રાર્થના કરીશ.

Source notes (2)
  1. Footnote મિત્રો
  2. Footnote કલ્યાણ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.