ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 121
પ્રભુજીનાં રખવાળાં
ચઢવાનું ગીત.
હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ.
મને ક્યાંથી સહાય મળે?
જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે,
તેમની તરફથી મને સહાય મળે છે.
તે તારા પગને ડગવા દેશે નહિ;
જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.
જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે
તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.
યહોવાહ તારા રક્ષક છે;
યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.
દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર
તને નુકસાન પહોંચાડશે નહિ.
સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે;
તે તારા આત્માની સંભાળ રાખશે.
હમણાંથી તે સર્વકાળ માટે
તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.