પુન.
Deuteronomy
Introduction from this edition
પુનર્નિયમ
લેખક
પુનર્નિયમનું પુસ્તક મૂસાએ લખ્યું હતું, કે જે વાસ્તવમાં તેના ઇઝરાયલીઓને આપેલા સંદેશાઓનો સંગ્રહ છે કે જે તેઓએ યરદન નદી પાર કરી બરાબર તે અગાઉ તેણે આપ્યા હતા. “આ એ વચનો છે કે જે મૂસાએ કહ્યાં” (1:1). કોઈ બીજી વ્યક્તિએ (કદાચને યહોશુઆએ) અંતિમ અધ્યાય લખ્યો હોય શકે. આ પુસ્તક પોતે મોટા ભાગનું લખાણ મૂસાએ લખ્યું હતું તેમ જણાવે છે (1:1,5; 31:24). પુનર્નિયમનું પુસ્તક મૂસા અને ઇઝરાયલીઓને મોઆબના પ્રદેશમાં જ્યાં યરદન નદી મૃત સમુદ્રમાં ભળે છે તે વિસ્તારમાં સ્થિત બતાવે છે (1:5). પુનર્નિયમનો અર્થ “દ્વિતીય નિયમ” એવો થાય છે. તે ઈશ્વર અને ઇઝરાયલી લોકો વચ્ચેના કરારનું ફરી કરાયેલું વર્ણન છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે.
આ પુસ્તક ઇઝરાયલીઓના વચનના દેશમાં પ્રવેશવાના 40 દિવસ અગાઉના ગાળામાં લખવામાં આવ્યું હતું.
વાંચકવર્ગ
તેઓના માતાપિતાએ મિસરની ગુલામગીરીમાંથી છૂટ્યા તેના 40 વર્ષ બાદની ઇઝરાયલીઓની નવી પેઢી કે જેઓ વચનના દેશમાં પ્રવેશવા તૈયાર હતા તેઓ અને ત્યાર બાદના બધા જ બાઇબલ વાંચકો.
હેતુ
પુનર્નિયમ એ મૂસાનું દેશને અપાયેલું “વિદાયગીરીનું ભાષણ” છે. ઇઝરાયલીઓ વચનના દેશમાં પ્રવેશવા તૈયાર ઊભા છે. મિસરમાંથી નિર્ગમન કર્યાના ચાલીસ વર્ષો બાદ, આ રાષ્ટ્ર કનાન દેશ જીતવા યરદન નદી પાર કરવાની તૈયારીમાં છે. તો પણ મૂસા તો મૃત્યુ પામવાની તૈયારીમાં હતો અને તે રાષ્ટ્ર સાથે વચનના દેશમાં જઇ શકવાનો નહોતો. મૂસાનું વિદાયગીરીનું ભાષણ રાષ્ટ્ર માટે ઈશ્વરની આજ્ઞાઓ પાળવાની એક જુસ્સેદાર અરજ છે કે જેથી નવા દેશમાં તેઓનું બધું જ સારું થાય. (6:1-3, 17-19). આ ભાષણ લોકોને તેઓના ઈશ્વર કોણ છે (6:4) અને તેમણે તેઓ માટે શું કર્યું છે (6:10-12, 20-23) તે યાદ કરાવે છે. મૂસા લોકોને વિનંતી કરે છે કે તેઓ આ આજ્ઞાઓને આવનાર પેઢીઓને પહોંચાડતા રહે. (6:6-9).
મુદ્રાલેખ
આજ્ઞાપાલન
રૂપરેખા
1. ઇઝરાયલની મિસરથી મુસાફરી — 1:1-3:29
2. ઇઝરાયલનો ઈશ્વર સાથેનો સંબંધ — 4:1-5:33
3. ઈશ્વર પ્રત્યેની વફાદારીનું મહત્ત્વ — 6:1-11:32
4. કેવી રીતે ઈશ્વરને પ્રેમ કરવો તથા તેમની આજ્ઞાઓ પાળવી — 12:1-26:19
5. આશીર્વાદો અને શ્રાપો — 27:1-30:20
6. મૂસાનું મરણ — 31:1-34:12
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.