Skip to content
BibleKenya

Biblica® Open Gujarati Contemporary Bible

રોમનોને 12

જીવંત અર્પણ

આથી, ભાઈઓ અને બહેનો, ઈશ્વરની દયાને લીધે હું તમને વિનંતી કરું છું કે તમે તમારાંં શરીરોનું જીવંત, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાન તરીકે અપઁણ કરો. આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.

મસીહના શરીરમાં નમ્ર સેવા

કારણ કે મને આપેલી કૃપાથી હું તમારામાંના દરેકને કહું છું: તમારે પોતાને જે જોઈએ છે તે કરતા વધુ ન ગણો, પણ ઈશ્વરે તમારામાંના દરેકને જે વિશ્વાસ વહેંચ્યો છે તે પ્રમાણે સંયમથી પોતાને ગણો. જેમ આપણે દરેકને એક શરીર છે અને તેના અનેક અવયવો છે અને આ બધા અવયવનું કાર્ય એક સરખું નથી; તેથી મસીહમાં આપણે, ઘણા હોવા છતાં એક શરીર છીએ, અને દરેક અંગ બીજા બધાનાં છે. આપણને દરેકને આપેલી કૃપા પ્રમાણે આપણને જુદાં જુદાં દાન મળ્યા છે. જો તમને પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો તમારાં વિશ્વાસનાં પ્રમાણમાં પ્રબોધ કરવો; જો સેવા કરવાનું હોય, તો સેવા કરો; શિક્ષણ આપવાનું દાન હોય, શિક્ષણ આપો; જો પ્રોત્સાહન આપવાનું હોય, તો પ્રોત્સાહન આપો; જો આપવાનું હોય, તો ઉદારતાથી આપો; જો આગેવાનનું હોય, તો તે ખંતથી કરો; જો દયા બતાવવાનું હોય, તો ઉમંગથી કરો.

કરણીમાં પ્રેમ

પ્રેમ નિષ્ઠાવાન હોવો જોઈએ, જે ભૂંડુ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો; પ્રેમમાં એકબીજાને સમપિઁત રહો; પોતાના કરતા બીજાઓને વધારે માન આપો; ઉત્સાહમાં કયારેય આળસ ન કરો; પણ પ્રભુની સેવા કરવામાં તમારો આત્મા ઉત્સાહી રાખો; આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાથઁનામાં વિશ્વાસુ રહો; પ્રભુના લોકો જેને જરૂર છે તેની જરૂરિયાતો પૂરી પાડો. મહેમાનગતી કરવામાં તત્પર રહો.

જેઓ તમને સતાવે છે તેઓને આશીઁવાદ આપો; આશીઁવાદ આપો, અને શાપ આપો નહિ; આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. શોક કરનારાઓની સાથે શોક કરો. એકબીજા સાથે હળીમળીને રહો. ગવઁ ન કરો. પણ સામાન્ય લોકોની સાથે રહેવા તૈયાર રહો. અભિમાની ન બનો.

કોઇને ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો; બધા લોકોની નજરમાં જે સારું છે તે કરવા માટે કાળજી રાખો; જો બની શકે તો, જયાં સુધી શકય હોય, બધા લોકો સાથે શાંતિથી રહો. મારા પ્રિય મિત્રો, બદલો ન લો, પણ ઇશ્વરના કોપને માટે માગઁ મૂકો, કેમકે લખેલું છે કે, “પ્રભુ કહે છે કે બદલો વાળવો મારું કામ છે હું બદલો લઈશ.”

એને બદલે:

તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ,

જો તે તરસ્યો હોય તો તેને પાણી આપ;

આમ કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરશે.

ભૂંડાથી તું હારી ન જા, પરંતુ સારાથી ભૂંડાનો પરાજય કર.

Biblica® Open Gujarati Contemporary Bible. Copyright © Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.