Skip to content
BibleKenya

Biblica® Open Gujarati Contemporary Bible

રોમનોને 11

ઇઝરાયેલનાં બચેલાઓ

તેથી હું પૂછું: શું ઈશ્વરે પોતાના લોકોને ત્યજી દીધા છે? ના! કદાપિ નહિ! હું પોતે ઇઝરાયેલી છું, અબ્રાહમના વંશનો, અને બિન્યામીનના કુળનો છું. ઈશ્વરે પોતાના લોકોને જેમને આરંભથી પસંદ કરેલાં હતા, તેમને ત્યજી દીધા નથી. એલિયા વિશે ધમઁશાસ્ત્ર વિશે કહે છે તે તમે જાણતા નથી, તે ઇઝરાયેલની વિરુધ્ધ ઇશ્વરને કેવી વિનંતી કરી: “પ્રભુ, તેઓએ તમારા પ્રબોધકોને મારી નાંખ્યા છે. અને તમારી વેદીઓ તોડી પાડી છે. હું એકલો જ જીવતો રહ્યો છું, અને તેઓ મને પણ મારી નાંખવાનો પ્રયાસ કરે છે.” અને ઈશ્વરે તેને શું જવાબ આપ્યો? “મેં મારા માટે સાત હજાર લોકોને રાખી મૂક્યાં છે જેઓ બઆલની આગળ ઘુંટણે પડયા નથી.” એ જ રીતે હાલનાં સમયમાં કૃપાથી પસંદ કરેલાં કેટલાકને રહેવા દીધા છે. અને જો કૃપાથી થયું, તો તે કાયોઁ પર આધારીત ન હોય શકે, જો તે હોત, તો કૃપા હવે કૃપા ન રહેત.

તો પછી શું? ઇઝરાયેલી લોકોએ જે ઉત્સુકતાથી શોધ્યું તે તેઓને પ્રાપ્ત થયું નહિ. તેમના માંથી પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું, પણ બીજાઓ કઠણ હતા. જેમ લખેલું છે કે:

“ઈશ્વરે તેઓને આજ સુધી મૂખઁતાનો આત્મા,

જોઈ ન શકે તેવી આંખો

અને સાંભળી ન શકે તેવાં કાન આપ્યા છે.”

અને દાવિદ કહે છે:

“તેઓની મેજ તેઓને માટે પાશ અને જાળ,

ઠોકર અને પ્રતીફળરૂપ થાઓ.

તેઓની આંખો અંધકારમય થાઓ જેથી તેઓ જોઈ ના શકે.

અને તેઓની પીઠ હંમેશને માટે વાંકી વળી જાય.”

કલમરૂપી ડાળીઓ

હું ફરીથી પૂછું છું: શું તેઓ પડી જાય એટલા માટે ઠોકર ખાધી? ના! કદી નહિ! તેના બદલે તેમના ઉલ્લંઘને કારણે વિદેશીઓને તારણ મળ્યું છે, જેથી ઇઝરાયેલને ઇષાઁ થાય. પણ જો તેમના ઉલ્લંઘનનો અથઁ જગત માટે સંપતિ છે, અને તેમનું નુકશાન વિદેશીઓને માટે સંપતિરૂપ છે તો તેઓ તેમનો સંપૂણઁ સમાવેશ કેટલી બધી અધિક સંપતિ લાવશે!

હું તો તમને વિદેશીઓને કહું છું. હું વિદેશીઓનો પ્રેષિત છું, તેથી મને મારી સેવામાં ગર્વ છે. હું આશા રાખું છું કે કોઇક રીતે મારા પોતાના લોકોમાં ઇષાઁ ઉભી કરીને તેઓમાંના કેટલાએકને બચાવું. જો તેમનો અસ્વીકાર જગતમાં સમાધાન લાવ્યો, તો તેનો અંગીકાર મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે? જો પ્રથમફળ તરીકે અપઁણ કરાયેલું લોટનો ભાગ પવિત્ર છે, તો આખો લોટ પવિત્ર છે; જો મૂળ પવિત્ર છે તો તેની ડાળીઓ પણ પવિત્ર છે.

જો કેટલીક ડાળીઓ તોડી નાખવામાં આવી, અને તું જંગલી જૈતૂનની ડાળી હોવા છતાં, બીજાઓમાં કલમરૂપ મેળવાયો, અને જૈતૂનના મૂળમાંથી પોષણ મેળવનાર રસનો સહભાગી થયો. બીજી ડાળીઓ કરતા પોતાને અધિક ન ગણો, જો તમે, એમ માનતા હો: તો તમે મૂળને આધાર આપતાં નથી, પણ તમને મૂળ આધાર આપે છે. તમે કહેશો કે: “હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાંખવામાં આવી.” વારુ, તેમના અવિશ્વાસને લીધે તોડી નાખવામાં આવી, અને તું વિશ્વાસથી સ્થિર છે. ગવઁ ન કર, પણ ભય રાખ. કેમકે જો ઈશ્વરે અસલ ડાળીઓને ન બચાવી તો તે તમને પણ નહિ બચાવે.

તેથી ઈશ્વરની દયા અને સખતાઈનો વિચાર કર: જેઓ પડી ગયા તેમના માટે સખતાઈ, પણ તમારા માટે દયા થઇ કે જેથી તેમની દયામાં ટકી રહો, નહિ તો તમને પણ કાપી નાંખવામાં આવશે. અને જો તેઓ અવિશ્વાસમા ટકી રહે નહિ, તો તેઓ કલમરૂપે મેળવાશે, કેમકે ઈશ્વર તેમને ફરીથી કલમરૂપે મેળવવા શકિતમાન છે. છેવટે, જો તમને જંગલી જૈતુનના ઝાડમાંથી કાપી નાંખવામાં આવ્યા હોય, અને કુદરતથી વિરુદ્ધ ઉગાડેલા જૈતૂનના ઝાડમા કલમરૂપે મેળવવામાં આવ્યા, તો આ કુદરતી ડાળીઓ, તેમનાં જ જૈતૂનના ઝાડમા કલમ કરવામાં આવે તે કેટલું વિશેષ છે!

સઘળા ઇસ્ત્રાએલીઓનો ઉદ્ધાર થશે

ભાઈઓ અને બહેનો, આ રહસ્યથી તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી, જેથી તમે બડાશ ન મારો. વિદેશીઓની સંપૂણઁતા માંહે આવે ત્યાં સુધી ઇઝરાયેલમાં કેટલેક ભાગે કઠીનતા થઇ છે. અને આ રીતે તમામ ઇઝરાયેલનું તારણ થશે. જેમ લખેલું છે તેમ:

મુકિતદાતા સિયોનમાંથી આવશે

અને યાકોબમાંથી અધમઁ દૂર કરશે.

તેમની સાથે મારો આ કરાર રહેશે,

જયારે હું તેઓનાં પાપ દૂર કરીશ.

સુસમાચારના સંબંધમાં, તો તમારે માટે દુશ્મન છે; પણ પસંદગીના સંબંધમાં તો તેઓ પૂવઁજોને કારણે વહાલાં છે. કેમકે ઈશ્વરનાં કૃપાદાન અને તેમનું તેડું કદી રદ જાય તેવાં નથી. એક સમયે તમે ઈશ્વરના અનાજ્ઞાંકિત હતા, પણ હવે તેઓના અનાજ્ઞાંકિતપણાને લીધે તમને દયા મળી છે. તેથી તેઓ પણ આજ્ઞાભંગ બન્યા છે, જેથી તમારા પર દેવની દયાને કારણે તેઓ પણ હવે દયા પામે. કેમકે, ઈશ્વરે સર્વને અનઆજ્ઞાંકિત થવા દીધા, એ માટે કે તે સર્વ પર દયા દર્શાવે.

સ્તોત્રો

આહા! ઈશ્વરની બુધ્ધિ અને જ્ઞાન કેવાં અગાધ છે!

તેમના ચુકાદાઓ કેવાં ગૂઢ છે,

અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે!

“કોણે પ્રભુનું મન જાણ્યું છે?

તેમનો સલાહકાર કોણ રહ્યો છે?”

“કોણે કયારે ઇશ્વરને આપ્યું છે,

કે ઈશ્વર તેને બદલો આપે?”

કારણ કે સર્વ તેમના માંથી, તેમના વડે અને તેમના માટે છે,

તેમને સદાસર્વકાળ મહિમા હો, આમીન.

Biblica® Open Gujarati Contemporary Bible. Copyright © Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.