સફા.
Zephaniah
Introduction from this edition
સફાન્યા
લેખક
સફાન્યામાં, લેખક પોતાને “હિઝિકયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીનો દીકરો સફાન્યા” એ રીતે ઓળખાવે છે. સફાન્યા નામનો અર્થ “ઈશ્વર દ્વારા બચાવેલો” એવો થાય છે. યર્મિયાના પુસ્તકમાં આ નામનો એક જાણીતો યાજક હતો (21:1; 29:25, 29; 37:3; 52:24) પણ તે અને આ સફાન્યા એક જ હતા એવી કોઈ કડી પ્રાપ્ય નથી. સફાન્યાની વંશાવળીને આધારે ઘણી વાર દાવો કરવામાં આવે છે કે તે રાજવંશી પશ્ચાદભૂમિકા ધરાવતો વ્યક્તિ હતો. સફાન્યા, યશાયા તથા મીખાહના સમય બાદ યહૂદા વિરુદ્ધ પ્રબોધ કરનારો પ્રથમ પ્રબોધક હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 640 થી 607 વચ્ચેનો છે.
આ પુસ્તકમાં આપણને જણાવે છે કે સફાન્યાએ યહૂદાના રાજા યોશિયાના રાજ્યકાળ દરમ્યાન પ્રબોધ કર્યો હતો.
વાંચકવર્ગ
યહૂદાના (દક્ષિણના રાજ્યના) લોકો અને ઈશ્વરના દરેક જગ્યાના લોકો માટે સામાન્ય પત્ર.
હેતુ
સફાન્યાના ન્યાયશાસન અને ઉત્તેજનના સંદેશમાં ત્રણ મુખ્ય સિદ્ધાંતો સમાયેલા છે. પ્રથમ, ઈશ્વર બધા જ દેશો પર સાર્વભૌમ છે. બીજું, અંતિમ ન્યાયના દિવસે દુષ્ટોને શિક્ષા થશે અને ન્યાયીઓને સાચા સાબિત કરવામાં આવશે. ત્રીજું, જેઓ પશ્ચાતાપ કરે છે અને ઈશ્વરમાં ભરોસો રાખે છે તેઓને ઈશ્વર આશીર્વાદ આપે છે.
મુદ્રાલેખ
ઈશ્વરનો મહાન દિવસ
રૂપરેખા
1. ઈશ્વરના મહાન દિવસનો આવનારો વિનાશ — 1:1-18
2. વચગાળાની આશા — 2:1-3
3. રાષ્ટ્રોનો વિનાશ — 2:4-15
4. યરુશાલેમનો વિનાશ — 3:1-7
5. આશાનું પુનરાગમન — 3:8-20
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.