ઝખા.
Zechariah
Introduction from this edition
ઝખાર્યા
લેખક
ઝખાર્યાનાં પુસ્તકમાં લેખક તરીકે ઇદ્દોના દીકરા બેરેખ્યાના દીકરા ઝખાર્યા પ્રબોધકને ઓળખાવે છે. ઇદ્દો દેશનિકાલ થયેલા અને ત્યાંથી પાછા આવતા લોકો મધ્યેના એક યાજકીય કુટુંબનો વડો હતો (નહેમ્યા 12:4,16) જ્યારે તેનું કુટુંબ યરુશાલેમ પાછું આવ્યું ત્યારે ઝખાર્યા એક નાનો છોકરો હોવો જોઈએ. તેના કુટુંબની વંશાવળી અનુસાર ઝખાર્યા પ્રબોધકની સાથે તે એક યાજક પણ હતો. તેથી, જો કે તેણે પુનઃસ્થાપિત થયેલો ભક્તિસ્થાનમાં કદાપિ સેવા કરી નહોતી તો પણ, યહૂદીઓની આરાધના પ્રથાઓ સાથે તે ઘનિષ્ઠ રીતે પરિચિત રહ્યો હશે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 520 થી 480 વચ્ચેનો છે.
બાબિલના બંદીવાસમાંથી પાછા આવ્યા બાદ તે લખાયું હતું. ઝખાર્યા પ્રબોધકે 1-8 અધ્યાયો ભક્તિસ્થાનનું બાંધકામ સમાપ્ત થયું તે અગાઉ લખ્યા હતા અને પછી 9-14 અધ્યાયો તે સમાપ્ત થયું ત્યાર બાદ લખ્યા હતા.
વાંચકવર્ગ
યરુશાલેમમાં રહેતા લોકો તથા બંદીવાસથી પાછા ફરેલા લોકો.
હેતુ
શેષ લોકોને ઝખાર્યાનું પુસ્તક લખવાનો હેતુ ઈસુ ખ્રિસ્ત કે જેઓ આવનાર મસીહા છે તેઓની રાહ જોવાની આશા તથા સમજ આપવાનો હતો. ઝખાર્યાએ ભાર મૂક્યો કે ઈશ્વરે પોતાના પ્રબોધકોનો ઉપયોગ પોતાના લોકોને શીખવવા, ચેતવણી આપવા તથા સુધારવા કર્યો હતો. દુઃખની વાત એ હતી કે તેઓએ સાંભળવાનો નકાર કર્યો. તેઓનું પાપ ઈશ્વરની શિક્ષા લાવ્યું. આ પુસ્તક એ પણ સાબિતી આપે છે કે પ્રબોધવાણી પણ જૂઠી હોય શકે છે.
મુદ્રાલેખ
ઈશ્વરનો છૂટકારો
રૂપરેખા
1. પશ્ચાતાપ માટે તેડું — 1:1-6
2. ઝખાર્યાનાં દર્શનો — 1:7-6:15
3. તથ્યો સંબંધિત સવાલો — 7:1-8:23
4. ભવિષ્ય સંબંધિત કાળજી — 9:1-14:21
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.