રોમ.
Romans
Introduction from this edition
રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર
લેખક
રોમન 1:1 સૂચિત કરે છે કે રોમનોને પત્રનો લેખક પાઉલ હતો. 16 વર્ષનો નીરો રોમના સમ્રાટ તરીકે રાજગાદી પર બેઠો તેના ફક્ત ત્રણ જ વર્ષ બાદ તેણે આ પત્ર ગ્રીક શહેર કરિંથમાંથી લખ્યો હતો. આ પ્રસિદ્ધ ગ્રીક શહેર જાતીય ભ્રષ્ટતા અને મૂર્તિપૂજાનું મોટું કેન્દ્ર હતું. તેથી જ્યારે પાઉલે રોમનોને પત્રમાં મનુષ્યજાતના પાપી સ્વભાવ વિષે કે જીવનોને ચમત્કારિક અને સંપૂર્ણપણે બદલવાના ઈશ્વરની કૃપાના સામર્થ્ય વિષે લખ્યું ત્યારે તે શું લખતો હતો તે વિષે પૂરો સભાન હતો. પાઉલ, બધા જ મૂળભૂત સિદ્ધાંતોને સ્પર્શતાં ખ્રિસ્તી સુવાર્તાનાં મૂળભૂત મુદ્રાલેખોની રૂપરેખા આપે છે: ઈશ્વરની પવિત્રતા, માણસજાતનું પાપ અને ઈસુ ખ્રિસ્ત દ્વારા આપતી ઉદ્ધારની કૃપા.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 57 ની આસપાસનો છે.
અને તે કરિંથથી લખાયું હોય શકે છે. લખાણનું ચાવીરૂપ સ્થળ રોમ હોય શકે છે.
વાંચકવર્ગ
રોમન સામ્રાજ્યની રાજધાની રોમ શહેરમાંના બધા જ લોકો જેઓને ઈશ્વર પ્રેમ કરતાં હતા અને જેઓને ઈશ્વરના પવિત્ર લોકો થવા તેડવામાં આવ્યા હતા, એટલે કે રોમ શહેરમાંની મંડળીના સભાસદો (1:7).
હેતુ
રોમનોને પત્ર ખ્રિસ્તી સિદ્ધાંતોનું સૌથી સ્પષ્ટ અને પદ્ધતિસરનું પ્રસ્તુતિકરણ છે. પાઉલ મનુષ્યજાતના પાપી સ્વભાવ વિષે ચર્ચા કરતા શરૂઆત કરે છે. આપણા ઈશ્વર વિરુદ્ધના બળવાને કારણે બધા જ મનુષ્યો પર દંડાજ્ઞા ફરમાવામાં આવી છે. તો પણ, ઈશ્વર તેમની કૃપામાં તેમના પુત્ર ઈસુ પરના વિશ્વાસ દ્વારા આપણને ન્યાયીકરણ આપવાનો પ્રસ્તાવ મૂકે છે. જ્યારે આપણે ઈશ્વર દ્વારા ન્યાયી ઠરીએ છીએ ત્યારે, ખ્રિસ્તનું રક્ત આપણાં પાપો ઢાંકે છે તે કારણે આપણે છૂટકારો અથવા તો ઉદ્ધાર પામીએ છીએ. આ બધા પ્રશ્નો વિષેનું પાઉલનું શિક્ષણ, કેવી રીતે એક મનુષ્ય પોતાના પાપના સામર્થ્ય અને શિક્ષામાંથી બચી શકે તેનું તાર્કિક અને સંપૂર્ણ પ્રસ્તુતિકરણ આપે છે.
મુદ્રાલેખ
ઈશ્વરનું ન્યાયીપણું
રૂપરેખા
1. પાપ, દંડાજ્ઞા અને ન્યાયીપણાની આવશ્યકતા — 1:18-3:20
2. ન્યાયીપણાનું આરોપણ, ન્યાયીકરણ — 3:21-5:21
3. ન્યાયીપણાનું પ્રદાન, પવિત્રીકરણ — 6:1-8:39
4. ઇઝરાયલ માટે ઈશ્વરીય જોગવાઈ — 9:1-11:36
5. ન્યાયી પ્રથાનો અમલ — 12:1-15:13
6. ઉપસંહાર: વ્યક્તિગત સંદેશ — 15:14-16:27
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.