ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 95
પ્રભુનો જયજયકાર
આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ;
આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.
આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ;
આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ.
કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે
અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે
અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ;
આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.
કારણ કે તે આપણા ઈશ્વર છે
અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ.
આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
“મરીબાહ1માં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો,
અને જેમ અરણ્યમાં માસ્સા2ને દિવસે,
જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી
અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.
કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો
અને કહ્યું, ‘તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે;
તેઓ મારા માર્ગો જાણતા નથી3.’
માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા
કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”
Source notes (3)
- Footnote સંઘર્ષ
- Footnote પરીક્ષણ
- Footnote તેઓ મારા આજ્ઞાઓ પાળ્યા નહિ
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.