ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 93
ઈશ્વર રાજા છે
યહોવાહ રાજ કરે છે; તેમણે મહત્વ ધારણ કર્યું છે;
યહોવાહે પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે.
ખસેડાય નહિ તેમ જગત સ્થિર કરવામાં આવ્યું છે.
તમારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે;
તમે અનાદિકાળથી છો.
હે યહોવાહ, પ્રવાહોએ ઊંચો કર્યો છે;
તેઓએ પોતાનો અવાજ ઊંચો કર્યો છે;
પ્રવાહો પોતાનાં મોજાં ઊંચાં કરે છે.
ઘણા પાણીઓના ખળખળાટ કરતાં,
સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં,
યહોવાહ પરમ ઊંચામાં પરાક્રમી છે.
તમારી પવિત્ર આજ્ઞાઓ અતિ વિશ્વાસયોગ્ય છે;
હે યહોવાહ, સર્વકાળ
પવિત્રતા તમારા ઘરને શોભે છે.
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.