ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 87
આશીર્વાદિત સિયોન નગર
કોરાના દીકરાઓનું ગીત; ગાયન.
નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
યાકૂબના સર્વ તંબુઓ કરતાં,
સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ
હું મારા અનુયાયીઓમાં રાહાબ1 તથા બાબિલનો ઉલ્લેખ કરું છું.
જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે.
આનો જન્મ ત્યાં થયો હતો.
વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો;
અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે,
“આનો જન્મ ત્યાં થયો.” સેલાહ
વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે,
“મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”
Source notes (1)
- Footnote મિસર દેશ
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.