ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
ગી.શા. 82
પર્વનું ગીત
મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત).
ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે;
તે દેવો1 મધ્યે ન્યાય કરે છે.
તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો?
અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? સેલાહ.
ગરીબ તથા અનાથનો ન્યાય કરો;
દુ:ખિત અને લાચારને ઇનસાફ આપો.
ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો;
તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
તેઓ જાણતા નથી કે સમજતા નથી;
તેઓ અંધકારમાં ભટકતા ફરે છે;
પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
મેં કહ્યું કે, “તમે દેવો છો
અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો
અને રાજકુમારની જેમ પડશો.”
હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો,
કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.
Source notes (1)
- Footnote દૂતો અથવા જે ઈશ્વર પાસે ગયેલા લોકો
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.