Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 43

વતનની ઝંખના

હે ઈશ્વર, મારો ન્યાય કરો અને અધર્મી પ્રજાની સાથે મારા પક્ષમાં વાદ કરો;

કારણ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો; તમે મને શા માટે તજી દીધો?

શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?

તમારું સત્ય તથા પ્રકાશ પ્રગટ કરો; જેથી તેઓ મને દોરે;

તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં

અને તમારા મુલાકાતમંડપમાં લાવે.

પછી હું ઈશ્વરની વેદી પાસે,

ઈશ્વર જે મારો અત્યાનંદ છે, તેમની પાસે જઈશ;

હે ઈશ્વર, મારા ઈશ્વર, હું વીણા સાથે તમારી આભારસ્તુતિ કરીશ.

હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે?

તું કેમ ગભરાયો છે?

તું ઈશ્વરની આશા રાખ; કેમ કે તે મારા મદદગાર તથા મારા ઈશ્વર છે,

તેમનું સ્તવન હું હજી કરીશ.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.