Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 20

વિજય માટે પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.

સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો;

યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.

પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો

અને સિયોનમાંથી તને બળ આપો.

તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો

અને તારું દહનીયાર્પણ માન્ય કરો.

તે તારા હૃદયની ઇચ્છા પ્રમાણે આપો

અને તારી સર્વ યોજનાઓ પૂરી કરો.

તારા ઉદ્ધારમાં અમે આનંદ માનીશું

અને આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું.

યહોવાહ તારી સર્વ અરજો સ્વીકારો.

હવે હું જાણું છું કે યહોવાહ પોતાના અભિષિક્તને બચાવે છે;

તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની

તારકશક્તિથી તેને જવાબ આપશે.

કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર,

પણ આપણે આપણા ઈશ્વર યહોવાહના નામનું સ્મરણ કરીશું.

તેઓ નમીને પડી ગયા છે;

પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.

હે યહોવાહ, રાજાને વિજય આપો;

જ્યારે અમે વિનંતિ કરીએ, ત્યારે અમને મદદ કરો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.