Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 140

રક્ષણ માટે પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.

હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો;

જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.

તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે;

તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.

તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે;

તેઓની જીભની નીચે નાગનું વિષ છે. સેલાહ

હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો;

જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે;

એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.

ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે;

તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે;

મારે માટે ફાંસા ગોઠવ્યા છે. સેલાહ

મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો;

મારી આજીજી સાંભળો.”

હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો;

યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.

હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો;

તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. સેલાહ

મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે;

તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.

ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;

તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;

એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.”

ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ;

જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે.

હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે

અને ગરીબોનો હક જાળવશે.

નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે;

યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.