Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 138

આભારની પ્રાર્થના

દાઉદનું (ગીત.)

હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ;

હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.

હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ

તમારી કૃપા તથા સત્યતાને લીધે1 હું તમારા નામનો આભાર માનીશ.

મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો;

તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.

હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે,

તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.

તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે,

કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.

જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે,

પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.

જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો;

મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો

અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.

યહોવાહ અંત સુધી મારી સાથે છે;

હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે;

તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.

Source notes (1)
  1. Footnote તમારા નામ તથા આજ્ઞાને લીધે હું આભાર માનીશ

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.