Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 135

ઈશ્વરસ્તુતિ

યહોવાહની સ્તુતિ કરો.

યહોવાહના નામની સ્તુતિ કરો.

હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.

યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના,

આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.

યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે;

તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.

કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે,

ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે.

હું જાણું છું કે યહોવાહ મહાન છે,

આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.

આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં

યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.

તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે,

તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે

અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.

મિસરમાં તેમણે માણસોના

તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.

તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ

પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.

તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો

અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,

અમોરીઓના રાજા સીહોનને

અને બાશાનના રાજા ઓગને

અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.

તેમના દેશને તેમણે પોતાના

લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.

હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે,

હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.

કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે

અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.

વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે,

તેઓ માણસોના હાથથી જ બનેલી છે.

તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી;

તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.

તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી,

તેઓનાં મુખમાં શ્વાસ નથી.

જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે,

જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.

હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો;

હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.

હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો;

હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.

સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો,

જે યરુશાલેમમાં રહે છે.

તે યહોવાહની સ્તુતિ કરો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.