Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 110

અભિષિક્ત રાજા

દાઉદનું ગીત.

યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”

યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો;

તારા શત્રુઓ પર રાજ કર.

તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે

પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો;

તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.

યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ:

તમે મલ્ખીસદેકના1 ધોરણે,

સદાને માટે યાજક છો.”

પ્રભુ તમારે જમણે હાથે છે.

તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.

તે દેશોનો ન્યાય કરશે;

તે ખીણોને મૃતદેહોથી ભરશે;

તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.

તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે

અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.

Source notes (1)
  1. Footnote જુઓ હિબ્રૂ 5:6, 6:20, 7:17, 21

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.