ન્યાય.
Judges
Introduction from this edition
ન્યાયાધીશો
લેખક
ન્યાયાધીશોનું પુસ્તક કોણે લખ્યું તે વિષે પુસ્તક પોતે કોઈ સંકેત આપતું નથી, પણ યહૂદી પરંપરા શમુએલ પ્રબોધકને લેખક બતાવે છે, કે જે અંતિમ ન્યાયાધીશ હતો. ન્યાયાધીશો પુસ્તકનો લેખક ચોક્કસપણે રાજશાહીના શરૂઆતના દિવસોમાં જીવતો હતો. “તે દિવસોમાં ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો” (ન્યાયાધીશો 17:6; 18:1; 19:1; 21:25) એ વારંવાર આવતું વિધાન પુસ્તકમાં બનતા બનાવો અને તેના લખાણના સમય વચ્ચેનો તફાવત દર્શાવે છે. ન્યાયાધીશો શબ્દનો અર્થ “ઉદ્ધારકો” થાય છે. મૂળભૂત રીતે ન્યાયાધીશો પરદેશી જુલમગારોથી ઇઝરાયલી લોકોને છોડાવનારાઓ હતા. તેઓમાંના કેટલાકે શાસકો તથા વિવાદો ઉકેલનારા ન્યાયાધીશો તરીકે પણ કામ કર્યું હતું.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1043 થી 1000 વચ્ચેનો છે.
આ સૌથી સંભવિત લાગે છે કે ન્યાયાધીશોના પુસ્તકને દાઉદ રાજાના રાજ્યકાળ દરમ્યાન સંકલિત કરવામાં આવ્યું હતું, અને તેનો માનવીય હેતુ યહોશુઆના મૃત્યુના સમયથી ચાલતા બિનઅસરકારક તંત્રની વિરુદ્ધમાં રાજશાહીના ફાયદાઓ પ્રદર્શિત કરવાનો હતો.
વાંચકવર્ગ
ઇઝરાયલી લોકો તથા બાઇબલના ભવિષ્યના બધા જ વાંચકો.
હેતુ
પુસ્તકનો હેતુ વચનના દેશ પર જીતના સમયથી તે ઇઝરાયલના પ્રથમ રાજા સુધીના ઐતિહાસિક ગાળાનું વર્ણન કરવાનો છે. તેનો હેતુ વાસ્તવિક ઇતિહાસને માત્ર પ્રસ્તુત કરવાનો ન હતો, પણ ન્યાયાધીશોના સમયગાળા પર ઈશ્વરવિદ્યાવિષયક દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરવાનો (24:14-28; 2:6-13), જો કે લોકો યહોવાહ સાથેનો પોતાનો કરાર તોડે તો પણ યહોવાહને પોતાના ઇબ્રાહિમ સાથે કરેલા કરાર પ્રત્યે વિશ્વાસુ પ્રસ્તુત કરવાનો, યહોવાહ પોતાના કરાર પ્રત્યે વિશ્વાસુ છે અને કોઈ ન્યાયાધીશ કે રાજા નહીં પણ તેઓ ઇઝરાયલના કલ્યાણ માટે જવાબદાર છે તે લોકોને યાદ કરાવવાનો તથા જો ઈશ્વર દરેક પેઢીમાં દુષ્ટતા વિરુદ્ધ યુદ્ધ કરવા કોઈને ઊભો કરે છે (ઉ 3:15) તો પછી ન્યાયાધીશોની સંખ્યા પેઢીઓની સંખ્યા સમાન હોઈ શકે તે બતાવવાનો છે.
મુદ્રાલેખ
નૈતિક પતન તથા છૂટકારો
રૂપરેખા
1. ન્યાયાધીશો હેઠળ ઇઝરાયલની હાલત — 1:1-3:6
2. ઇઝરાયલના ન્યાયાધીશો — 3:7-16:31
3. ઇઝરાયલનું પાપીપણું દર્શવાતા બનાવો — 17:1-21:25
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.