Skip to content
BibleKenya

યહૂ.

Jude

Introduction from this edition

યહૂદાનો પત્ર

લેખક

લેખક પોતાને “ઈસુ ખ્રિસ્તનો સેવક, યાકૂબનો ભાઈ યહૂદા” એ રીતે ઓળખાવે છે (1:1). આ યહૂદા એ કદાચ યોહાન 14:22 માં દર્શાવેલ ઈસુના પ્રેરિતોમાંનો “યહૂદા” હતો. સામાન્ય રીતે તે ઈસુનો ભાઈ યહૂદા હતો તેમ પણ માનવામાં આવે છે. અગાઉ તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો (યોહાન 7:5), તો પણ બાદમાં ઈસુના સ્વર્ગારોહણ બાદ તે પોતાની માતા તથા બીજા શિષ્યો સાથે ઉપલી મેડીમાં જોવા મળે છે (પ્રેરિતોનાં કૃત્યો 1:14).

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 થી 80 ની વચ્ચેનો છે.

આ પત્રના લખાણનાં સ્થળ વિશેના અનુમાનો એલેક્સાંદ્રિયાથી લઈને રોમ સુધીના છે.

વાંચકવર્ગ

માન્ય શબ્દસમૂહ “જેઓને ઈશ્વર પિતા દ્વારા પવિત્ર કરવામાં આવ્યા છે અને ઈસુ ખ્રિસ્તમાં સાચવી રાખવામાં આવ્યા છે તથા તેડવામાં આવ્યા છે તેઓને” તે દ્વારા એવું લાગે કે આ બધા જ ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે; તો પણ, તેનો જૂઠા શિક્ષકોને આપેલો સંદેશ તપાસતાં એવું લાગે છે કે કોઈ ખાસ જૂથને બદલે તે બધા જ જૂઠા શિક્ષકોને સંબોધે છે.

હેતુ

યહૂદાએ આ પત્ર મંડળીને વિશ્વાસમાં દ્રઢ રહેવા તથા દુર્મતનો વિરોધ કરવા માટે સતત સતર્ક રહેવાની જરૂરિયાત યાદ કરાવવાના પ્રયત્નરૂપે લખ્યો હતો. તેણે ખ્રિસ્તીઓને દરેક જગ્યાએ કાર્યરત રહેવા ઉત્તેજન આપવા લખ્યું હતું. તેઓ જૂઠા શિક્ષણના જોખમો સમજે, પોતાનું તથા બીજા વિશ્વાસીઓનું રક્ષણ કરે તથા જેઓ છેતરાયા હતા તેઓને પાછા જીતી લાવે તેવું યહૂદા ઇચ્છતો હતો. યહૂદા અધર્મી શિક્ષકો કે જેઓ કહેતા હતા કે ખ્રિસ્તીઓ ઈશ્વરની શિક્ષાનો ડર રાખ્યા વગર તેઓને જે ગમે તે કરી શકે છે તેઓની વિરુદ્ધ લખતો હતો.

મુદ્રાલેખ

વિશ્વાસનો બચાવ

રૂપરેખા

1. પ્રસ્તાવના — 1:1, 2

2. જૂઠા શિક્ષકોનું વર્ણન તથા તેઓને થનાર શિક્ષા — 1:3-16

3. ખ્રિસ્તમાં વિશ્વાસીઓએ ઉત્તેજન — 1:17-25

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.