Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

યશા. 15

ઈશ્વર મોઆબનો વિનાશ કરશે

મોઆબ વિષે ઈશ્વરવાણી.

ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે;

ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.

તેઓ દીબોનના લોકો, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયા છે;

નબો અને મેદબા પર મોઆબ વિલાપ કરે છે.

તેઓ સર્વનાં માથાં બોડાવેલાં અને દાઢી મૂંડેલી છે.

તેઓ પોતાની ગલીઓમાં ટાટ પહેરે છે; તેઓના ધાબા પર

અને ચોકમાં પોક મૂકીને રડે છે.

વળી હેશ્બોન અને એલઆલેહ ધ્રૂસકે ધ્રૂસકે રડે છે; યાહાસ સુધી તેઓનો અવાજ સંભળાય છે.

તેથી મોઆબના હથિયારબંધ પુરુષો બૂમાબૂમ કરે છે; તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.

મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે; તેમાંથી નાસી ગયેલા સોઆર અને એગ્લાથ-શલીશિયા સુધી દોડે છે.

લૂહીથનાં ચઢાવ પર થઈને તેઓ રડતા રડતા જાય છે.

હોરોનાયિમને માર્ગે તેઓ વિનાશની બૂમ પાડે છે.

નિમ્રીમનાં પાણી સુકાઈ ગયાં છે;

ઘાસ સુકાઈ ગયું છે અને નવું ઘાસ નાશ પામ્યું છે; લીલોતરી નથી.

તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે

તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે.

કેમ કે મોઆબની સરહદની આસપાસ રુદનનો પોકાર ફરી વળ્યો છે;

એગ્લાઈમ અને બેર-એલીમ સુધી તેનો વિલાપ સંભળાય છે.

દીમોનમાં પાણી રક્તથી ભરપૂર છે; પણ હું દીમોન પર વધારે આપત્તિ લાવીશ.

મોઆબના બચી ગયેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ લાવીશ.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.