Skip to content
BibleKenya

એફે.

Ephesians

Introduction from this edition

એફેસીઓને પાઉલ પ્રેરિતનો પત્ર

લેખક

એફેસી 1:1 આ પુસ્તકના લેખક તરીકે પાઉલ પ્રેરિતને ઓળખાવે છે. આ પત્ર પાઉલ દ્વારા લખાયો છે એવું મંડળીના સૌથી શરૂઆતના દિવસોથી જ સમજવામાં આવતું હતું અને રોમ શહેરનો ક્લેમેંટ, ઇગ્નાશ, હેર્માસ તથા પોલિકાર્પ જેવા પ્રેરિત પિતૃઓએ તેના માટે અવતરણો ટાંક્યા છે.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 ની આસપાસનો છે.

પાઉલ જ્યારે રોમના જેલખાનામાં હતો ત્યારે આ પત્ર લખ્યો હોય શકે. વાંચકવર્ગ મુખ્ય.

વાંચકવર્ગ

એફેસીઓની મંડળી હતી. પાઉલ સ્પષ્ટ નિર્દેશો આપે છે કે તેનો ઇચ્છિત વાંચકવર્ગ બિનયહૂદીઓ હતા. એફેસી 2:11-13 માં, તે સ્પષ્ટપણે નોંધે છે કે તેના વાંચકો “જન્મથી બિનયહૂદી” હતા (2:11), અને તેથી યહૂદીઓ તેઓને “વચનના કરારોથી પારકા” ગણતા હતા (2:12). આ જ પ્રમાણે, એફેસી 3:1 માં, પાઉલ તેના ઇચ્છિત વાંચકોને જણાવે છે કે તે “તમે બિનયહૂદીઓની ખાતર” બંદીવાન હતો.

હેતુ

પાઉલનો ઇરાદો એવો હતો કે જેઓ બધા ખ્રિસ્ત સમાન પરિપક્વતા માટે ઝંખના રાખતા હતા તેઓ તેના લખાણનો સ્વીકાર કરશે. એફેસીઓના પત્રમાં ઈશ્વરના સાચા બાળકો તરીકે વિકાસ પામવા જરૂરી શિસ્ત સમાયેલું છે. વધુમાં, એફેસીઓના પત્રનો અભ્યાસ વિશ્વાસીને દ્રઢ કરવા તથા સ્થાપિત કરવા મદદ કરશે કે જેથી તે ઈશ્વરે આપેલો હેતુ અને તેડું પરિપૂર્ણ કરી શકે. પાઉલે એફેસસના વિશ્વાસીઓને મંડળીનું સ્વરૂપ અને હેતુ સમજાવવા દ્વારા તેમને તેમના ખ્રિસ્તી વિશ્વાસમાં દ્રઢ કરવાનો ઇરાદો રાખ્યો હતો. પાઉલે આ પત્રમાં ઘણા એવા શબ્દો વાપર્યા છે કે જેનાથી તેના બિનયહૂદી વાંચકો તેમના અગાઉના ધર્મોને કારણે પરિચિત હતા જેમ કે શિર-શરીર, સંપૂર્ણતા, મર્મ, યુગ, અધિપતિ વગેરે તેણે આ શબ્દનો ઉપયોગ તેના વાંચકોને એ દર્શાવવા કર્યો કે ખ્રિસ્ત દેવોના કે આત્મિક જીવોના કોઈ પણ અધિક્રમ કરતાં ચઢિયાતા છે.

મુદ્રાલેખ

ખ્રિસ્તમાં આશીર્વાદો

રૂપરેખા

1. વિશ્વાસીઓ માટે સિદ્ધાંતો — 1:1-3:21

2. વિશ્વાસીઓની જવાબદારી — 4:1-6:24

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.