Skip to content
BibleKenya

કલો.

Colossians

Introduction from this edition

ક્લોસ્સીઓને પાઉલ પ્રેરિતનો પત્ર

લેખક

ક્લોસ્સીઓને પત્ર એ વાસ્તવિક રીતે પાઉલનો પત્ર છે (1:1). શરૂઆતની મંડળીમાં જેઓ પણ તેના લેખક વિષે બોલે છે તેઓ પાઉલને લેખક તરીકે સ્વીકારે છે. કલોસ્સીઓની મંડળી પાઉલ દ્વારા સ્થપાઈ નહોતી. પાઉલના એક સહકાર્યકર્તાએ, સંભવત એપાફ્રાસે, કલોસ્સમાં પ્રથમ સુવાર્તા આપી હતી (4:12, 13). જૂઠા શિક્ષકો કલોસ્સમાં વિચિત્ર નવા સિદ્ધાંત સાથે આવ્યા હતા. તેમણે ખ્રિસ્તી વિશ્વાસ સાથે અધાર્મિક ફિલસૂફી અને યહૂદી ધર્મનું મિશ્રણ કર્યું હતું. પાઉલે ખ્રિસ્ત બધી જ બાબતો કરતાં ઉપર છે તે બતાવીને આ જૂઠા શિક્ષણનો વિરોધ કર્યો. આ પત્રને નવા કરારનો સૌથી ખ્રિસ્ત કેન્દ્રિત પત્ર કહેવામાં આવ્યો છે. તે બતાવે છે કે ખ્રિસ્ત બધી જ બાબતો પર અધિકારી છે.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 ની આસપાસનો છે.

પાઉલે આ પત્ર તેના રોમમાંના પ્રથમ બંદીવાસ દરમ્યાન લખ્યો હોય શકે.

વાંચકવર્ગ

જેમ લખવામાં આવ્યું છે “કલોસ્સમાંના ખ્રિસ્તમાં પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓને” તેમ, પાઉલે આ પત્ર કલોસ્સીઓની મંડળીને સંબોધિત કર્યો હતો (1:1-2). આ મંડળી એફેસસથી સો માઈલ દૂર જમીન વિસ્તારમાં લીકસ ખીણની બરાબર મધ્યમાં આવેલી હતી. પાઉલ પ્રેરિતે આ મંડળીની મુલાકાત કદાપિ લીધી નહોતી (1:4; 2:1).

હેતુ

પાઉલે આ પત્ર કલોસ્સમાં ઊભા થયેલા આ જોખમકારક દુર્મત વિષે સલાહ આપવા, સમગ્ર સૃષ્ટિ પરની ખ્રિસ્તની સંપૂર્ણ, પ્રત્યક્ષ અને સતત સર્વોપરિતાની ખાતરી કરાવવા દ્વારા દુર્મતવાદી પ્રશ્નોનો જવાબ આપવા (1:15; 3:4), સમગ્ર સૃષ્ટિ પરની ખ્રિસ્તની સર્વોપરિતાના પ્રકાશમાં તેના વાંચકોને જીવન જીવવા ઉત્તેજન આપવા (3:5; 4:6) અને મંડળી તેમનું સુવ્યવસ્થિત જીવન જાળવે અને જૂઠા શિક્ષકોના જોખમ સામે તેમના વિશ્વાસની સ્થિરતા જાળવે તે માટે ઉત્તેજન આપવા લખ્યો હતો (2:2-5).

મુદ્રાલેખ

ખ્રિસ્તની સર્વોપરિતા

રૂપરેખા

1. પાઉલની પ્રાર્થના — 1:1-14

2. પાઉલનો ‘ખ્રિસ્તમાં એક વ્યક્તિ’ વિષેનો સિદ્ધાંત — 1:15-23

3. ઈશ્વરની યોજના તથા હેતુમાં પાઉલની ભૂમિકા — 1:24-2:5

4. જૂઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણી — 2:6-15

5. પાઉલનો જોખમકારક દુર્મતનો સામનો — 2:16-3:4

6. ખ્રિસ્તમાં નવા મનુષ્ય વિષેનું વર્ણન — 3:5-25

7. પ્રસંશા તથા અંતિમ અભિવાદન — 4:1-18

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.