1 પિત.
1 Peter
Introduction from this edition
પિતરનો પહેલો પત્ર
લેખક
શરૂઆતની કલમ દર્શાવે છે કે લેખક ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર છે. તે પોતાને ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત કહે છે (1:1). ખ્રિસ્તનાં દુઃખસહન વિશે વારંવાર કરેલા ઉલ્લેખો (2:21-24; 3:18; 4:1; 5:1) બતાવે છે કે દુઃખસહન કરતા સેવકના ચિત્રની તેના મન પર ઊંડી છાપ પડી હતી. યુવાન માર્ક તથા તેના કુટુંબ માટેના પ્રેમને યાદ કરતાં (પ્રેરિતોનાં કૃત્યો 12:12) તે તેને પોતાનો “પુત્ર” કહે છે (5:13). આ તથ્યો આપણને સ્વાભાવિક રીતે એ અનુમાન તરફ દોરી જાય છે કે પિતર પ્રેરીતે આ પત્ર લખ્યો હતો.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 થી 64 ની વચ્ચેનો છે.
5:13 માં લેખક બાબિલમાંની મંડળીથી અભિવાદન મોકલે છે.
વાંચકવર્ગ
પિતરે આ પત્ર લઘુ-આસિયાના ઉત્તરીય પ્રદેશોમાં વિખેરાયેલા ખ્રિસ્તીઓના એક જૂથને લખ્યો હતો. તેણે લોકોના એવા જૂથને તે લખ્યો હતો જેમાં કદાચને યહૂદીઓ તથા બિનયહૂદીઓ બન્નેનો સમાવેશ થયેલો હતો.
હેતુ
પિતરે પત્ર લખવાનું કારણ આપ્યું છે એટલે કે તેના વાંચકો કે જેઓ પોતાના વિશ્વાસ માટે સતાવણીનો સામનો કરી રહ્યા હતા તેઓને ઉત્તેજન આપવાનું હતું. તે ઇચ્છતો હતો કે તેઓ પૂરી રીતે ખાતરી પામે કે ઈશ્વરની કૃપા ખ્રિસ્તી વિશ્વાસમાં જ જોવા મળે છે અને તેથી તે વિશ્વાસનો ત્યાગ ન કરવો જોઈએ. 1 પિતર 5:12 માં દર્શાવ્યું છે તેમ, “મેં તમને બોધ આપતાં તથા જાહેર કરતાં ટૂંકમાં લખ્યું છે કે આ ઈશ્વરની ખરી કૃપા છે. તેમાં તમે સ્થિર ઊભા રહો”. દેખીતી રીતે આ સતાવણી તેના વાંચકોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતી હતી. પિતરનો પહેલો પત્ર સમગ્ર ઉત્તરીય લઘુ-આસિયામાં પ્રવર્તમાન સતાવણી દર્શાવે છે.
મુદ્રાલેખ
દુઃખસહન પ્રત્યેનો પ્રતિભાવ
રૂપરેખા
1. અભિવાદન — 1:1, 2
2. ઈશ્વરની કૃપા માટે તેમની સ્તુતિ — 1:3-12
3. પવિત્ર જીવન માટે બોધ — 1:13-5:12
4. અંતિમ અભિવાદન — 5:13, 14
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.