Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 કાળ. 2

યહૂદાના વંશજો

ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન, દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.

યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો. યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરાહ. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.

પેરેસના દીકરાઓ: હેસ્રોન તથા હામૂલ. ઝેરાહના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા. કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો. એથાનનો દીકરો: અઝાર્યા.

રાજા દાઉદની વંશાવળી

હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય. રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો. નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ. બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.

યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ, ચોથો નથાનએલ, પાંચમો રાદાય, છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.

તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ. અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.

હેસ્રોનના વંશજો

હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝૂબાહ તથા તેની દીકરી યરીઓથ. યરીઓથના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન. અઝૂબાહ મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો. હૂરનો દીકરો ઉરી અને ઉરીનો દીકરો બસાલેલ.

ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો. સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.

ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા. હેસ્રોનના મરણ પછી કાલેબ તેના પિતા હેસ્રોનની પત્ની એફ્રાથા સાથે સૂઈ ગયો. તેનાથી તેણીએ તકોઆના પિતા આશ્હૂરને જન્મ આપ્યો.

યરાહમેલના વંશજો

હેસ્રોનના જ્યેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જ્યેષ્ઠ દીકરો રામ પછી બૂના, ઓરેન, ઓસેમ તથા અહિયા. યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી. યરાહમેલના જ્યેષ્ઠ દીકરા રામના દીકરાઓ: માસ, યામીન તથા એકેર. ઓનામના દીકરાઓ: શામ્માય તથા યાદા. શામ્માયના દીકરાઓ: નાદાબ તથા અબિશુર.

અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ. તેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો. નાદાબના દીકરાઓ: સેલેદ તથા આપ્પાઈમ. સેલેદ નિ:સંતાન મૃત્યુ પામ્યો. આપ્પાઈમનો દીકરો યીશી, ઈશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય. શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ:સંતાન મૃત્યુ પામ્યો. યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.

શેશાનને દીકરાઓ ન હતા પણ ફક્ત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું. શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.

આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ. ઝાબાદનો દીકરો એફલાલ, એફલાલનો દીકરો ઓબેદ. ઓબેદનો દીકરો યેહૂ, યેહૂનો દીકરો અઝાર્યા.

અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા. એલાસાનો દીકરો સિસ્માય, સિસ્માયનો દીકરો શાલ્લુમ. શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.

કાલેબના વંશજો

યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન. હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા. શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.

શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સૂર. કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ. યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.

કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં. વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખ્બેનાના પિતા શવા તથા ગિબયાના પિતાને જન્મ આપ્યાં. કાલેબની પુત્રી આખ્સાહ હતી.

કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ. બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગદેર.

કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો, કિર્યાથ-યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.

સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ. યાબેસવાસી લહિયાઓનાં કુટુંબો: તિરાથીઓ, શિમાથીઓ તથા સુખાથીઓ. રેખાબના કુટુંબનાં પૂર્વજ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.