Biblica® Open Gujarati Contemporary Bible
તિતસ 3
સારું કરવા માટે થયેલો ઉધ્ધાર
લોકોને યાદ કરાવ કે તેઓ રાજસત્તા અને અધિકારીઓને આધીન રહે, આજ્ઞાપાલન કરે, અને જે કંઈ સારું છે તે કરવા તત્પર રહેવું. તેમણે કોઈની નિંદા ન કરવી, કે ઝગડા કરવા નહિ, પણ નમ્રતાથી અને વિનયથી સર્વની સાથે વર્તવું.
આપણે પણ એક સમયે મૂર્ખ, અનઆજ્ઞાંકિત, ગેરમાર્ગે દોરાયેલા અને દરેક પ્રકારની વાસના તથા કુઈચ્છાઓના ગુલામ હતા. આપણે દુષ્ટતા અને અદેખાઈથી જીવતાં હતાં, એકબીજાને ધિક્કારતા અને તિરસ્કાર કરતા હતા. પરંતુ જયારે આપણા તારનારની દયા અને તેમનો પ્રેમ પ્રગટ થયાં, ત્યારે આપણા પોતાના કરેલાં ન્યાયીપણાના કૃત્યોને લીધે નહિ, પણ તેમની દયાથી, પુનજઁન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણો ઉધ્ધાર કર્યો. તેણે તેમને આપણા તારનાર પ્રભુ ઈસુ મસીહની મારફતે આપણા પર ભરપૂરપણે રેડી દીધો. જેથી, તે આપણને તેમની કૃપાથી ન્યાયી જાહેર કરે, અને જે અનંતજીવન પ્રાપ્ત કરવાની આશા આપણે રાખીએ છીએ તેનાં આપણે વારસ બનીએ. આ વાત વિશ્વાસયોગ્ય છે; જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારી કરણીઓ કરવાને માટે પોતાને સમપિઁત કરે, આ બાબતો સારી અને બધાં માટે હિતકારક છે.
પરંતુ અર્થહીન વાદવિવાદો, વંશાવળીઓ, દલીલો, અને નિયમશાસ્ત્ર વિશેનાં ઝઘડાઓથી દૂર રહો; કારણ કે એવી વાતો નકામી અને નુકશાનકારક છે. એક વાર અને બીજી વાર ચેતવણી આપ્યા પછી પાખંડી માણસને દૂર કર. એમ જાણવું કે એવી વ્યકિત વિકૃત અને પાપી છે. અને પોતે દોષિત છે એમ જાણ્યાં છતાં પાપ કરે છે.
અંતિમ સૂચનો
હું આતિઁમાસ કે તુર્ખીકસને તારી પાસે મોકલીશ ત્યારે તું મારી પાસે નિકોપોલિસ આવવાં પ્રયત્ન કરજે, કારણ કે મેં ત્યાં શિયાળો ગાળવાનું નક્કી કર્યું છે. ઝેનાસ શાસ્ત્રી અને અપોલસને તેઓની મુસાફરીમાં શકય તમામ મદદ કરજે અને જરૂરી દરેક વસ્તુ તેઓને મળે તેનું ધ્યાન રાખજે.
વળી આપણા લોકોએ સારાં કામ કરવામાં પોતાને સમપિઁત કરવાનું શીખવું જોઈએ, જેથી તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરી શકાય અને તેઓનાં જીવન ફળવંત બને.
મારી સાથેના બધાં જ તમને શુભેચ્છા પાઠવે છે.
વિશ્વાસમાં આપણને પ્રેમ કરનારાઓને શુભેચ્છા.
તમો સર્વ પર કૃપા હો.
Biblica® Open Gujarati Contemporary Bible. Copyright © Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.