Biblica® Open Gujarati Contemporary Bible
સંદર્શન 10
દૂત અને નાનું ઓળિયું
પછી મેં બીજા એક શકિતશાળી દૂતને આકાશમાંથી ઊતરતો જોયો. તે વાદળોથી ઘેરાયેલો હતો, તેના માથા પર મેઘધનુષ્ય હતું; તેનું મોં સૂર્યના જેવું, અને તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. તેના હાથમાં એક નાનું ખુલ્લું ઓળિયું હતું, તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર અને ડાબો પગ પૃથ્વી પર મૂકયો. અને તેણે સિંહની ગર્જના જેવો મોટો અવાજ કયોઁઁ. અને જયારે તેણે અવાજ કયોઁ, ત્યારે સાત ગર્જનાઓના અવાજો બોલ્યા. અને જયારે સાત ગર્જનાઓ બોલી, ત્યારે હું લખી લેવાનો હતો; પણ મેં સ્વગઁમાંથી એક અવાજ સાંભળ્યો, “સાત ગજઁનાએ જે કહ્યું તેના પર તું મુદ્રા કર ને તેઓને તું લખીશ નહિ, એ વાતો પ્રગટ કરવાની નથી.”
પછી દૂતને સમુદ્ર તથા પૃથ્વી પર મેં ઊભો રહેલો જોયો તેણે પોતાનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કયોઁ, અને જે સદાકાળ જીવે છે તેણે આકાશ તથા તેમાં જે બધું છે પૃથ્વી અને તેમાં જે બધું છે, અને સમુદ્ર તથા તેમાં જે બધું છે તે ઉત્પન્ન કરનાર તેના નામે સમ ખાઈને કહ્યું કે, “હવે વિલંબ થશે નહિ! પરંતુ સાતમો દૂત જયારે પોતાનું રણશિંગડું વગાડશે, ત્યારે ઈશ્વરનો જે મમઁ તેણે પોતાના સેવકો એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પૂર્ણ થશે.”
પછી સ્વગઁમાંથી જે અવાજ મેં સાંભળ્યો હતો, તેણે ફરીથી એક વાર મને કહ્યું: “જા, સમુદ્ર તથા પૃથ્વી પર ઊભા રહેલાં દૂતના હાથમાંથી ઉઘાડું ઓળિયું લે.”
તેથી હું તે દૂતની પાસે ગયો અને કહ્યું કે એ નાનું ઓળિયું મને આપ. તેણે મને કહ્યું, “આ લે અને તેને ખા તે તારા પેટને કડવાશથી ભરી દેશે, પણ તારા મોંમા તે મધ જેવું મીઠું લાગશે.” તેથી મેં તે નાનું ઓળિયું દૂતના હાથમાંથી લીધું અને ખાધું. તે મારા મોંમાં મધ જેવું મીઠું લાગ્યું. પણ જયારે મેં તે ખાધું, ત્યારે મારું પેટ કડવું થઇ ગયું. ત્યારે મને કહેવામાં આવ્યું, “તારે ફરીથી ઘણાં લોક, રાષ્ટ્રો, ભાષાઓ તથા રાજાઓ સંબંધી ભવિષ્યવાણી કરવી જોઈએ.”
Biblica® Open Gujarati Contemporary Bible. Copyright © Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.