Biblica® Open Gujarati Contemporary Bible
માથ્થી 12
ઈસુ વિશ્રામવારના પ્રભુ છે
એ સમયે ઈસુ સાબ્બાથે1 અનાજના ખેતરોમાં થઈને ગયા. તેના શિષ્યો ભૂખ્યાં થયા હતા અને તેઓ ઘઉંનાં કણસલાં તોડીને ખાવા લાગ્યા. જયારે ફરોશીઓએ આ જોયું ત્યારે તેમણે તેમને કહ્યું, “જુઓ! તમારાં શિષ્યો વિશ્રામવારે જે નિયમની વિરુદ્ધ છે તે કરે છે.”
તેમણે જવાબ આપ્યો, “જયારે દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યાં થયા હતા ત્યારે તેઓએ જે કર્યું હતું તે વિષે શું તમે વાંચ્યું નથી? તે ઈશ્વરના ઘરમાં ગયો અને તેણે અને તેના સાથીઓએ જે અર્પિત રોટલી ખાધી, જે કરવું તે તેઓને માટે નિયમની વિરુદ્ધ હતું, પણ માત્ર યાજકોને માટે જ હતી. અથવા શું નિયમશાસ્ત્રમાં એમ નથી વાંચ્યું કે મંદિરમાં ફરજ પરના યાજકો વિશ્રામવારને અપવિત્ર કયાઁ છતાં પણ તેઓ નિદોઁષ છે? હું તમને કહું કે મંદિર કરતાં અહીં એક મોટો છે. ‘આ વચનનો અર્થ જો તમે સમજતા હોત કે.’ હું દયા ચાહુ છું બલિદાન નહિ, તો તમે નિર્દોષને દોષિત ન ઠરાવત. કેમકે માણસનો દીકરો વિશ્રમવારનો પણ પ્રભુ છે.”
તેઓ ત્યાંથી જઈને, તેઓના સભાસ્થાનમાં ગયા. અને ત્યાં સુકાઈ ગયેલાં હાથવાળો એક માણસ હતો. ઈસુ પર આરોપ મૂકવા સારું તેઓએ તેમને પૂછયું, “વિશ્રામવારે સાજો કરવો એ શું નિયમશાસ્ત્ર પ્રમાણે યોગ્ય છે?”
તેમણે તેમને કહ્યું, “જો તમારે કોઇને એક ઘેટું હોય અને વિશ્રામવારે સવારે તે ખાડામાં પડી જાય, તો શું તમે તેને પકડીને બહાર નહિ કાઢો? તો માણસ ઘેટાં કરતાં કેટલો વિશેષ મૂલ્યવાન છે! માટે નિયમ પ્રમાણે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
પછી તેમણે પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેથી તેણે તે લાંબો કર્યા અને બીજાના જેવો સંપૂર્ણ તે સાજો થયો. પણ ફરોશીઓએ બહાર જઈને કેવી રીતે ઈસુને મારી નાખવા તેનું કાવતરુંં કયુંઁ.
ઈશ્વરનો પસંદ કરેલો સેવક
એ જાણીને, ઈસુ તે જગ્યાએથી નિકળી ગયા. મોટું ટોળું તેમની પાછળ ગયું અને જેઓ માંદા હતા તેઓને તેમણે સાજાં કર્યાં, તેમણે તેઓને ચેતવ્યા કે તેમના વિષે બીજાઓને ન કહે. આ યશાયા પ્રબોધક દ્રારા કહેવામાં આવેલું પુરું થાય:
“અહીંયા મારો સેવક છે જેને મે પસંદ કયોઁ છે,
જેને હું પ્રેમ કરું છું, તેનામાં હું પ્રસન્ન છું.
હું મારો આત્મા તેના પર મૂકીશ
અને તે પ્રજાઓને ન્યાય પ્રગટ કરશે.
તે ઝઘડો કરશે નહિ અને બૂમ પાડશે નહિ
અને તેની વાણી રસ્તાઓમાં કોઇ સાંભળશે નહિ.
છૂંદેલુ બરુ તે ભાંગી નહિ નાખશે,
તે ઘૂંઆતુ શણ તે નહિ હોલવશે.
જયાં લગી ન્યાયકરણને તે જયમાં નહિ પોહચાડે;
અને રાજયો તેના નામ પર આશા રાખશે.”
ઈસુ અને બાલઝબૂલ
પછી તેઓ અશુધ્ધ આત્મા વળગેલા એક માણસ કે જે અંધ અને મૂંગો હતો તેને તેમની પાસે લાવ્યાં, અને ઈસુએ તેને સાજો કયોઁ, એટલે એ દેખતો અને બોલતો થઇ શકયો. બધા લોકો આશ્ચર્ય પામીને બોલ્યા, “શું આ દાવિદનો દીકરો હોય શકે?”
પરંતુ જયારે ફરોશીઓએ આ સાંભળીને તેઓએ કહ્યું, “ભૂતોનો સરદાર બાલઝબૂલની મદદથી તે અશુદ્ધ આત્માને કાઢે છે.”
ઈસુએ તેઓના વિચારો જાણીને તેઓને જવાબ આપ્યો, “કોઈ રાજ્યમાં ભાગલાં પડે, તો તે જાતેજ નાશ પામે છે. અને દરેક રાજય અથવા ઘરમાં માંહોમાંહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહિ. જો શેતાન શેતાનને કાઢે તો તે પોતામાં જ ફાટફૂટ પાડે તો તેનુ રાજ્ય કેવી રીતે સ્થિર રહી શકે. જો હું બાલઝબૂલની મદદથી અશુધ્ધ આત્માઓને કાઢતો હોઉં તો તમારાં પોતાના માણસો કોનાથી તેમને કાઢે છે? માટે તેઓ તમારાં ન્યાયાધીશ થશે. પરંતુ જો હું ઈશ્વરના આત્મા વડે અશુધ્ધ આત્મા કાઢતો હોઉં તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવી ગયું છે.
“અથવા ફરીથી, બળવાન માણસના ઘરમાં જઈને બળવાનને બાંધ્યાં સિવાય તેની સંપતિ કેવી રીતે લઇ જઈ શકે? સિવાય કે, કે તે પહેલાં બળવાન માણસને બાંધે, પછી તે તેનુ ઘર લુંટી શકે.
“જે મારા પક્ષનો નથી, તે મારી વિરુધ્ધનો છે, અને જે મારી સાથે ભેગું કરતો નથી, વેરી નાખે છે. અને તેથી હું તમને કહું છું, હરેક પ્રકારનું પાપ અને દુર્ભાષણ માફ કરવામાં આવશે: પણ પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ, જો કોઇ માણસના દીકરાની વિરુદ્ધ શબ્દ બોલશે તેને માફ કરાશે, પરંતુ પવિત્ર આત્માની વિરુદ્ધ બોલશે તેને તે માફ નહિ કરાશે, આ કાળમાં નહિ કે આવનાર કાળમાં પણ નહિ.
“સારું વૃક્ષ બનાવો અને તેનાં ફળ સારા આવશે, અથવા ખરાબ વૃક્ષ બનાવો, તેને ખરાબ ફળ આવશે. કેમકે વૃક્ષ તેના ફળથી ઓળખાય છે. ઓ સર્પોનાં વંશજો! તમે દુષ્ટ છતાં સારી વાતો કેવી રીતે કહી શકો? કેમકે હૃદયનાં ભરપૂરીપણાંમાંથી મોઁ બોલે છે. સારો માણસ તેના સારા ભંડારમાંથી સારી વાતો બહાર કાઢે છે, જયારે દુષ્ટ માણસ પોતાનામાં રહેલા ખરાબ ભંડારમાંથી દુષ્ટ વાતો બહાર કાઢે છે. પણ હું તમને કહું છું કે: દરેકે હરેક નકામાં બોલેલા શબ્દ માટે તમારે ન્યાયના દિવસે જવાબ આપવો પડશે. કેમકે તારા શબ્દોથી તું ન્યાયી ઠરાવાશે અને તારા શબ્દોથી તું અન્યાયી ઠરાવાશે.”
યોનાની નિશાની
પછી કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોએ તેમને કહ્યું, “ગુરુજી, અમને તમારી પાસેથી કોઈ નિશાની જોવી છે.”
તેમણે જવાબ આપ્યો, “દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પરંતુ યોના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ અપાશે નહિ. જેમ યોના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીનાં પેટમાં રહ્યો હતો, તેમજ માણસનો દીકરો પણ ત્રણ દિવસ અને ત્રણ રાત પૃથ્વીનાં પેટાળમાં રહીશ. ન્યાયકાળે નિનવેહના માણસો આ પેઢી વિરુદ્ધ ઊભા થશે અને દોષિત ઠરાવશે; કેમકે તેઓએ યોનાનો ઉપદેશ સાંભળીને પસ્તાવો કયોઁ અને હવે યોના કરતાં કોઇક અહીં મોટો છે. દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે અને તેઓને અપરાધી ઠરાવશે; કારણ કે તે પૃથ્વીનાં છેડાથી તે સોલોમોનનાં જ્ઞાનને સાંભળવા આવી હતી, અને હવે અહીં સોલોમોન કરતાં પણ એક મોટો છે.
“માણસમાંથી અશુધ્ધ આત્મા નીકળ્યાં પછી તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ભટકે છે, પણ તેને મળતો નથી. ત્યારે તે કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ.’ જયારે તે આવે છે, ત્યારે તે ઘર ખાલી, વાળેલું તથા વ્યવસ્થિત જુએ છે. પછી તે જઈને પોતાના કરતાં વધારે દુષ્ટ એવા બીજા સાત આત્માઓને લાવે છે, અને તેઓ તેમાં જઈને ત્યાં રહે છે. અને તે માણસની દશા અગાઉના કરતાં વધારે કફોડી બને છે. તેવું જ આ દુષ્ટ પેઢીની સાથે થશે.”
ઈસુની માતા અને ભાઈઓ
જયારે હજુ ઈસુ ટોળાની સાથે વાત કરતા હતા, ત્યારે તેમનાં માતા અને ભાઈઓ બહાર ઊભા હતા ને તેમની સાથે વાત કરવા રાહ જોતાં હતાં. કોઈએ તેમને કહ્યું, “તમારા માતા અને ભાઈઓ બહાર ઊભા છે ને તેઓ તમારી સાથે વાત કરવા માંગે છે.”
તેમણે તેમને જવાબ આપ્યો, “મારી માતા કોણ છે અને મારા ભાઈઓ કોણ છે?” પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધીને તેમણે કહ્યું, “આ રહ્યાં મારી માતા અને મારા ભાઈઓ. જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે.”
Source notes (1)
- Footnote વિશ્વામદિવસ તરીકે પણ ભાંષાતર કરવામાં આવ્યું છે, આ એક યહૂદી વિશ્વામવાર છે.
Biblica® Open Gujarati Contemporary Bible. Copyright © Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.