Biblica® Open Gujarati Contemporary Bible
પ્રેષિતોનાં કાર્યો 25
પાઉલનો ફેસ્તસ સમક્ષ કેસ
ફેસ્તુસ પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી તે કાઈસારિયા યરુશાલેમમાં ગયો. જ્યાં તેની સમક્ષ મુખ્ય યાજકોએ અને યહૂદી આગેવાનોની આગળ આવીને પાઉલ વિરુધ્ધ ફરીયાદ રજૂ કરી. તેઓએ તેની વિરુધ્ધ ફેસ્તસને વિનંતી કરી કે, તેને યરુશાલેમ લાવવાની મહેરબાની કરો, કારણ તેઓએ તેને માર્ગમાં મારી નાખવાનું કાવતરું ઘડયું હતું. ફેસ્તુસે જવાબ આપ્યો, “પાઉલ કાઈસારિયામાં છે, અને હું પોતે પણ ત્યાં જલ્દી જવાનો છું. તમારાં અધિકારીઓ મારી સાથે કાઈસારિયા આવવાં દો, અને જો એ માણસે કંઇ ખોટું કર્યું હશે તો તેઓ તેની વિરુધ્ધ ત્યાં ફરીયાદ નોંધાવી શકે છે.”
આઠથી દશ દિવસ તેમની સાથે વિતાવ્યા પછી ફેસ્તસ કાઈસારિયા ગયો. બીજે દિવસે તે ન્યાયાસન પર બેસીને તેને હુકમ કર્યો કે પાઉલને મારી સામે લાવવામાં આવે. જયારે પાઉલ અંદર આવ્યો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહ્યા. તેઓ તેના પર ઘણાં ગંભીર તહોમતો મૂક્યાંં, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ.
ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું, “મેં યહૂદીઓના નિયમશાસ્ત્ર કે મંદિર વિરુધ્ધ કે કૈસર વિરુધ્ધ કશું ખોટું કર્યુ નથી.”
યહૂદીઓને ખુશ કરવાનાં ઈરાદાથી ફેસ્તુસે પાઉલને પૂછયું, “શું તું યરુશાલેમ જઈને આ તોહમતો વિરુધ્ધ મારી સમક્ષ ન્યાય માટે ઊભો રહેવા તૈયાર છે?”
પાઉલે જવાબ આપ્યો, “હું કૈસરનાં ન્યાયાસન સમક્ષ ઊભો છું, અને અહીં જ મારો ન્યાય થવો જોઈએ. જેમ તમે સારી પેઠે જાણો છો તેમ યહૂદીઓનું મેં કંઈ ભૂંડું કર્યું નથી. જો તેમ છતાં મેં મરણદંડને યોગ્ય મેં કોઈ ગુનો કર્યા હોય તો હું મરણ પામવાને તૈયાર છું. પણ જો જે તોહમતો મારી વિરુધ્ધ આ યહૂદીઓ દ્રારા મુકવામાં આવ્યા છે એ સાચા ન હોય તો, તેમના હાથમાં મને સોંપવાનો કોઇનો અધિકાર નથી. હું કૈસર પાસે દાદ માગું છું.”
પછી ફેસ્તુસે ન્યાયસભાની સલાહ લઇને જણાવ્યું, “તેં કૈસર પાસે દાદ માંગી છે, તેથી હવે તારે કાઈસાર પાસે જવું પડશે.”
ફેસ્તસ રાજા આગ્રીપાની સલાહ લે છે
થોડા દિવસ પછી અગ્રીપા રાજા અને બેરનીકા ફેસ્તુસની મુલાકાતે કાઈસારિયા આવ્યા. તેઓ ત્યાં ઘણાં દિવસો રહ્યા, ફેસ્તુસે રાજા સાથે પાઉલના ચઁચા કરતા તેણે કહ્યું: “અહીં એક માણસ છે જેને ફેલીક્સ કેદી તરીકે મારી પાસે મૂકી ગયો છે. જયારે હું યરુશાલેમ ગયો, ત્યારે મુખ્ય યાજકોએ અને યહૂદી વડીલોએ મારી સમક્ષ તેની વિરુધ્ધ ફરીયાદ કરી. અને તેને ગુનેગાર ઠરાવવાની માંગણી કરી.
“મેં તેમને જણાવ્યું કે કોઇ પણ વ્યકિતને આરોપીઓનો સામનો કયાઁ વિના અને આરોપો સામે પોતાનો બચાવ કરવાની તક ન મળે ત્યાં સુધી તેને સોંપી દેવો એ રોમનનો રિવાજ નથી. જયારે તેઓ મારી સાથે અહીં આવ્યા, મે કેસ ચલાવવાનો વિલંબ કયોઁ નહિ, બીજે દિવસે મેં તે માણસને ન્યાયાસન પાસે લાવવાનો આદેશ આપ્યો. જયારે તેના ફરીયાદીઓ બોલવા ઊભા થયા ત્યારે મેં જે ગુનાઓની અપેક્ષા રાખી હતી, તેમાંનો કોઇ પણ તેના પર આરોપ મૂકયો નહિ. તેના બદલે તેઓ તેની સાથે પોતાના ધર્મ સંબંધી તથા ઈસુ નામનાં એક માણસ સંબંધી છે કે જે મરણ પામ્યા છે, જેને વિશે પાઉલ દાવો કરે છે કે તે જીવંત છે, આની સાથે તેમની કેટલીક તકરાર હતી. મને ખબર ન હતી કે આવી બાબતોની તપાસ કેવી રીતે કરવી, તેથી મે પૂછયું કે શું તે યરુશાલેમ જઈને ત્યાં આ આરોપો પર પોતાનો ન્યાય કરાવવા તૈયાર છે? પરંતુ જયારે પાઉલે સમ્રાટનો નિણઁય આવે ત્યાં સુધી તેને જેલ રાખવાની અપીલ કરી, ત્યારે મે તેને કૈસર પાસે મોકલવા સુધી જેલમાં રાખવાનો હુકમ કયોઁ છે.”
પછી અગ્રીપાએ ફેસ્તુસને જણાવ્યું, “હું પોતે પણ આ માણસને સાંભળવા માંગુ છું.”
તેણે કહ્યું, “આવતીકાલે આપ તેને સાંભળી શકશો.”
પાઉલ આગ્રીપા સમક્ષ
બીજે દિવસે અગ્રીપા રાજા તથા બેરનીકે ભારે દબદબાસહિત લશ્કરી અધિકારીઓ, અને શહેરનાં આગેવાનો સાથે સભાખંડમાં આવ્યા. ફેસ્તુસનાં હુકમથી પાઉલને અંદર લાવવામાં આવ્યો. પછી ફેસ્તુસે કહ્યું, “અગ્રીપા રાજા તથા અમારી સાથે હાજર સર્વ લોકો તમે આ માણસને જુઓ છો! યરુશાલેમમાં અને અહીં કૈસરીયામાં આખા યહૂદી સમુદાયે તેના વિશે મને વિનંતી કરી છે અને બૂમ પાડી છે કે તેને જીવતો રહેવા દેવો યોગ્ય નથી. મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણદંડને યોગ્ય કોઈ ગુનો કર્યા નથી. પણ તેણે સમ્રાટ પાસે કાઈસાર પાસે દાદ માંગી હોવાથી મેં તેને રોમ મોકલવાનો નિર્ણય કયોઁ છે. પણ મારી પાસે તેને વિશે કોઇ ચોકકસ હકિકત નથી કે જે હું મારા રાજા પર લખી મોકલું, તેથી મે તેને તમારા બધાની આગળ અને ખાસ કરીને રાજા અગ્રીપા તમારી સમક્ષ રજુ કયોઁ છે, જેથી આ તપાસના પરીણામે મને કંઇ લખવાનું મળી શકે. કારણ કે મને લાગે છે કોઈ કેદીને આરોપો દર્શાવ્યાં સિવાય તેને રોમ મોકલવો તે યોગ્ય નથી.”
Biblica® Open Gujarati Contemporary Bible. Copyright © Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.