Skip to content
BibleKenya

Biblica® Open Gujarati Contemporary Bible

1 થેસ્સાલોનિકી 2

થેસ્સાલોનિકામાં પાઉલનું સેવાકાર્ય

ભાઈઓ અને બહેનો, તમે જાણો છો કે તમારી સાથેની અમારી મુલાકાત નિષ્ફળ ગઈ નથી. ફિલિપ્પીમાં અમારે જે દુઃખ અને અપમાન સહન કરવા પડયાં તે તમે જાણો છો. તોપણ ઘણા કષ્ટથી તમને સુસમાચાર નીડરતાથી જણાવવાને ઈશ્વરે અમને હિંમત આપી. કેમકે અમારા બોધમાં છળ કે અશુધ્ધતા કે કપટ નહોતું; કે અમે તમને છેતરવા માંગતા ન હતા. પણ જેમ ઈશ્વરે સુસમાચારનો ઉપદેશ કરવાને અમને પસંદ કયાઁ, તેમ અમે માણસોને પ્રસન્ન કરનારની પેઠે નહિ, પણ અમારા હ્રદયોના પારખનાર ઇશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ. અમે ઈશ્વરના સંદેશાવાહક તરીકે બોલીએ છીએ. તમે જાણો છો કે તમારી ખુશામત કરી ન હતી અને ઢોંગ કરી લોભ પણ કર્યા ન હતો, એ વિશે ઈશ્વર અમારા સાક્ષી છે; મસીહના પ્રેષિત હોવાને લીધે અમને તમારાં તરફથી માન પામવાનો અધિકાર હતો, છતાં લોકો કે, તમે પોતે કે બીજા કોઈ અમારી પ્રશંશા કરે એવી ઇચ્છા પણ અમે રાખી ન હતી. તેના બદલે, અમે તમારી મધ્યે જુવાન બાળકો જેવા હતા,

જેમ એક ધાવણી માતા પોતાના બાળકોની સંભાળ રાખે છે, અમે તમારી સંભાળ રાખીએ છીએ. કેમકે અમે તમને ખૂબ પ્રેમ કરતા હતા, તમને કેવળ ઇશ્વરના સુસમાચાર પ્રગટ કરવાને જ નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા. ભાઈઓ અને બહેનો અમારો પરિશ્રમ અને કષ્ટ શું તમને યાદ છે; અમે તમને કોઈ પણ રીતે બોજારૂપ ન બનીએ માટે તમારી મધ્યે સુસમાચાર પ્રગટ કરવા અમે રાતદિવસ સખત મહેનત કરી હતી. તમો સર્વ વિશ્વાસીઓ પ્રત્યે અમે જે પવિત્ર, ન્યાયી અને નિર્દોષ વ્યવહાર કર્યો હતો તે વિશે તમે અને ઈશ્વર અમારા સાક્ષી છો. પિતા પોતાના બાળકો સાથે વર્તે તે જ રીતે અમે પણ તમારી સાથે વર્તતા હતા. તમને શિક્ષણ, પ્રોત્સાહન અને ચેતવણી આપતાં હતા ઉતેજન, બોધ અને ચેતવણી આપતાં હતા કે ઈશ્વરને પસંદ પડે એવું જીવન તમે જીવો, કે જે પોતાના રાજય અને મહિમામાં બોલાવે છે.

વળી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે જયારે અમે તમને સુસમાચાર સંભળાવ્યો ત્યારે તમે તેને માનવી સંદેશા તરીકે નહિ પણ ઈશ્વરના વચન તરીકે સ્વીકાયોઁ, અને તે જ તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે. ભાઈઓ અને બહેનો કે જેઓ મસીહ ઈસુમા છે, યહૂદીયાની મંડળીનું અનુકરણ કરનારાં તમે થયા; કેમકે જેમ તેઓએ યહૂદીઓ તરફથી સતાવણી સહન કરી હતી તેમ તમે પણ તમારાં જ લોકો તરફથી સતાવણી વેઠી. જેઓએ ઈસુને માયાઁ અને પ્રબોધકોને અને અમને કાઢી મૂક્યાં; તેઓ ઇશ્વરને પ્રસન્ન કરતાં નથી, સઘળાં માણસોના વિરોધી છે. વિદેશીઓ તારણ ન પામે માટે વાત કહેવાને તેઓ અમને મના કરે છે; તેથી તેઓ નિત્ય પોતાનાં પાપનો ઘડો ભરે છે; પણ તેઓ પર અત્યંત કોપ આવી ચૂકયો છે.

થેસ્સાલોનિકીઓને પાઉલની મળવાની ઝંખના

ભાઈઓ અને બહેનો, અમે મનથી નહિ પણ થોડા સમય દેહથી તમારાંથી છૂટાં પડયાં, જો કે અમારા હૃદયથી તમને ફરી મળવાને અમે ઘણાં ઉત્સુક છીએ. તમારી પાસે આવવાને અમે આતુર છીએ, મેં પાઉલે વારંવાર પ્રયત્ન પણ કર્યા, પરંતુ શેતાને અમને અટકાવ્યા. કેમકે અમારી આશા, આનંદ અને ગર્વનો મુગટ તમે જ છો. આપણા પ્રભુ ઈસુ મસીહના પુનરાગમન સમયે તેમની સમક્ષ તમે જ એ મુગટ નથી? ખરેખર, તમે જ અમારો આનંદ અને મહિમા છો.

Biblica® Open Gujarati Contemporary Bible. Copyright © Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.