Skip to content
BibleKenya

Biblica® Open Gujarati Contemporary Bible

1 યોહાન 1

જીવનનાં શબ્દની પ્રસ્તાવના

કે જે આરંભથી હતાં, જેમને અમે સાંભળ્યાં, જેમને અમારી આંખોએ નિહાળ્યાં, જેમને અમે જોયા અને પોતાને હાથે સ્પર્શ કયોઁ, એ જીવનના શબ્દ સંબંધી અમે તમને પ્રગટ કરીએ છીએ. તે જીવન પ્રગટ થયું; અમે તે જોયું અને તેના સંબંધી સાક્ષી પુરીએ છીએ, અને અમે તે સાર્વકાલિક જીવન પ્રગટ કરીએ છીએ, કે જે પિતાની સાથે હતા અને અમારી સમક્ષ પણ પ્રગટ થયા. અમે પોતે જે જે જોયું અને સાંભળ્યું છે તે વિશે અમે તમને કહીએ છીએ, જેથી અમને પણ અમારી સાથે સંગત હોય. અને આપણી સંગત પિતા તેમજ તેમના પુત્ર ઈસુ મસીહની સાથે થાય. એમ અમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે અમે આ લખીએ છીએ.

પ્રકાશ અને અંધકાર, પાપ અને માફી

જે સંદેશો અમે તેમના તરફથી સાંભળ્યો છે, તે અમે તમને જણાવીએ છીએ: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં જરા પણ અંધકાર નથી. તેથી જો આપણે તેમની સંગતમાં છીએ એવો દાવો કરીને છતાં અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ, અને સત્યથી વતઁતા નથી; પણ જો જેમ તેઓ પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજા સાથે સંગતનો છે, અને તેમના પુત્ર ઈસુનું લોહી આપણને બધા જ પાપોથી શુધ્ધ કરે છે.

જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી. પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. જો આપણે નિષ્પાપ હોવાનો દાવો કરીએ, તો આપણે તેમને જૂઠા ઠરાવીએ છીએ, અને તેમનું વચન આપણામાં નથી.

Biblica® Open Gujarati Contemporary Bible. Copyright © Biblica, Inc. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.