Indian Revised Version (IRV) Gujarati-2019
ગી.શા. 67
પ્રભુનો જયજયકાર
મુખ્ય ગવૈયાને માટે. તારવાળાં વાજાં સાથે ગાવાને. ગીત; ગાયન.
ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો
અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો.
જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય,
તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે,
કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો
અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. સેલાહ
હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે;
સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે
અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે.
ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે
અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે.
Indian Revised Version (IRV) Gujarati-2019. Copyright © Bridge Connectivity Solutions Pvt. Ltd. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.