Skip to content
BibleKenya

Indian Revised Version (IRV) Gujarati-2019

ગી.શા. 64

રક્ષણ માટે પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.

હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો;

શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.

દુષ્ટોનાં કાવતરાંથી,

અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.

તેઓએ તલવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે;

તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે,

કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે;

અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.

તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે;

તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે;

તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”

તેઓ પાપમય યોજનાઓ શોધે છે;

તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.”

માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે.

પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે;

તેઓ એકાએક ઘાયલ થઈ જશે.

એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે;

જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.

દરેક લોકો બીશે

અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે.

તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.

ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે;

હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.

Indian Revised Version (IRV) Gujarati-2019. Copyright © Bridge Connectivity Solutions Pvt. Ltd. Licensed under CC BY-SA 4.0. Source: Open.Bible. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-11-09.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.