Skip to content
BibleKenya

રૂથ

Ruth

Introduction from this edition

રૂથ

લેખક

રૂથનું પુસ્તક ચોક્કસપણે પોતાના લેખકનું નામ જણાવતું નથી. પરંપરા એવું જણાવે છે કે રૂથનું પુસ્તક શમુએલ પ્રબોધક દ્વારા લખાયું હતું. તેને લખવામાં આવેલી સૌથી સુંદર લઘુવાર્તા કહેવામાં આવે છે. પુસ્તકનાં અંતિમ શબ્દો રૂથને તેના પ્રપૌત્ર દાઉદ સાથે જોડે છે (રૂથ 4:17-22), તેથી આપણે જાણીએ છીએ કે તે દાઉદના અભિષેક પછી લખાયું હતું.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1030 થી 1010 વચ્ચેનો છે.

રૂથના પુસ્તકમાં સમાવિષ્ટ ઘટનાઓનો સમય મિસરમાંથી નિર્ગમનના સમય સાથે સંકળાયેલો છે કારણ કે રૂથના પુસ્તકની ઘટનાઓ ન્યાયાધીશોના સમય સાથે સંકળાયેલી છે અને ન્યાયાધીશોનો સમય વચનના દેશ પર વિજય સાથે સંકળાયેલો છે.

વાંચકવર્ગ

રૂથના પુસ્તકના મૂળ વાંચકો સ્પષ્ટપણે બતાવવામાં આવ્યા નથી. કદાચ, 4:22 માં દાઉદનો ઉલ્લેખ છે તેથી તેને મૂળભૂત રીતે સંગઠિત રાજશાહીના સમયમાં લખવામાં આવ્યું હશે.

હેતુ

રૂથના પુસ્તકે ઇઝરાયલીઓને આશીર્વાદો લાવી શકનાર આજ્ઞાપાલન દર્શાવ્યું. તેણે તેઓને તેમના ઈશ્વરનો પ્રેમાળ અને વિશ્વાસુ સ્વભાવ પણ દર્શાવ્યો. આ પુસ્તક દર્શાવે છે કે ઈશ્વર પોતાના લોકોના પોકારનો પ્રત્યુત્તર આપે છે. ઈશ્વર જે કહે છે તેનું તેઓ પોતે પાલન કરે છે. નાઓમી અને રૂથને એટલે કે ભવિષ્ય માટે નહિવત આશા ધરાવતી બે વિધવાઓને તેઓ પૂરું પાડે છે તે દર્શાવે છે કે જેમ તેમણે આપણને કરવા ફરમાવ્યું છે (યર્મિયા 22:16; યાકૂબ 1:27) તેમ તેઓ સમાજના તરછોડાયેલા લોકોની કાળજી કરે છે.

મુદ્રાલેખ

છૂટકારો

રૂપરેખા

1. નાઓમી તથા તેના કુટુંબની કરૂણ ઘટના — 1:1-22

2. રૂથ નાઓમીના સગા બોઆઝને તેના ખેતરમાં અનાજ વિણતાં મળે છે — 2:1-23

3. નાઓમી રૂથને બોઆઝ પાસે જવા સૂચના આપે છે — 3:1-18

4. રૂથને છોડાવવામાં આવે છે અને નાઓમી પુનઃસ્થાપિત થાય છે — 4:1-22

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.