Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 46:10

Verse 10 is marked below, with the whole chapter around it. Read from the start

પ્રભુ આપણી સાથે છે

મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત); રાગ અલામોથ. ગાયન.

ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે,

સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.

માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય

જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.

જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય

જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ.

ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને

એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.

ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ;

મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે.

વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં;

તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ.

આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે;

આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ.

આવો યહોવાહનાં પરાક્રમો જુઓ,

તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.

તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે;

તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે;

રથોને1 અગ્નિથી બાળી નાખે છે.

લડાઈ બંધ કરો2 અને જાણો કે હું ઈશ્વર છું;

હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.

સૈન્યોના યહોવાહ આપણી સાથે છે;

યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ.

Source notes (2)
  1. Footnote ઢાલ - પ્રાચીનકાળના ઢાલ લાકડું અને ચામડાની બનેલી હોય છે, અને વારંવાર જૈતૂનના તેલથી ઘસવામાં આવે છે; પરિણામે તેઓ સરળતાથી બળી જાય છે.
  2. Footnote શાંત રહો

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.