Skip to content
BibleKenya

ફિલે.

Philemon

Introduction from this edition

ફિલેમોનને પાઉલ પ્રેરિતનો પત્ર

લેખક

ફિલેમોનને પત્રનો લેખક પાઉલ હતો (1:1). આ પત્રમાં પાઉલ ફિલેમોનને જણાવે છે કે તે ઓનેસીમસને તેની પાસે પાછો મોકલી રહ્યો છે. ક્લોસ્સી 4:9 માં ઓનેસિમસની ઓળખ તે તુખિકસ (કે જે ક્લોસ્સીઓને પત્ર પહોંચાડશે) તેથી સાથે ક્લોસ્સી જશે તે રીતે આપવામાં આવી છે. એ બહુ જ રસપ્રદ છે કે પાઉલે આ પત્ર પોતાના હાથે લખ્યો હતો અને તે દર્શાવે છે કે તે તેના માટે કેટલું મહત્વનું હતું.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 ની આસપાસનો છે.

પાઉલે ફિલેમોનને આ પત્ર રોમથી લખ્યો અને તે સમયે તે રોમમાં બંદી હતો.

વાંચકવર્ગ

પાઉલે આ પત્ર ફિલેમોનને, આફિયાને, આર્ખિપસને તથા આર્ખિપસના ઘરમાં મળતી મંડળીને લખ્યો હતો. પત્રના વિષયવસ્તુ પરથી એ સ્પષ્ટ છે કે પત્રનો મૂળ ઇચ્છિત વાંચક ફિલેમોન હતો.

હેતુ

ફિલેમોન ઓનેસીમસને (કે જે દાસ હતો અને પોતાના માલિક ફિલેમોનના નાણાં ચૂકવ્યા વગર ભાગી ગયો હતો) તેને પાછો સ્વીકારે તે માટે મનાવવા પાઉલે આ પત્ર લખ્યો હતો (10-12, 17). વધુમાં, તે ઇચ્છે છે કે ફિલેમોન ઓનેસિમસ સાથે માત્ર દાસ જેવો વ્યવહાર નહીં પણ “વહાલા ભાઈ” જેવો વ્યવહાર કરે (15-16). ઓનેસિમસ હજુ પણ ફિલેમોનનો દાસ હતો અને પાઉલ તેની પોતાના માલિક પાસે પાછા જવાની વાસ્તવિકતાને સરળ બનાવવા લખે છે. પાઉલે તેને સાક્ષી આપી તે દ્વારા ઓનેસિમસ ખ્રિસ્તી શિષ્ય બન્યો હતો (1:10.)

મુદ્રાલેખ

માફી

રૂપરેખા

1. અભિવાદન — 1:1-3

2. આભારદર્શન — 1:4-7

3. ઓનેસિમસ માટે મધ્યસ્થી — 1:8-22

4. અંતિમ વચનો — 1:23-25

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.