વિલા.
Lamentations
Introduction from this edition
યર્મિયાનો વિલાપ
લેખક
યર્મિયાનો વિલાપ પુસ્તકમાં તેના લેખકનું નામ જોવા મળતું નથી. યહૂદી અને ખ્રિસ્તી બંને પરંપરાઓ યર્મિયાને લેખક માને છે. પુસ્તકના લેખકે યરુશાલેમના વિનાશના પરિણામો જોયા હતા અને લાગે છે કે આક્રમણ પણ જોયું હશે. (1:13-15). યર્મિયા બંને ઘટનાઓ સમયે હાજર હતો. યહૂદાએ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને તેમની સાથેનો કરાર તોડ્યો. ઈશ્વરે તેનો જવાબ પોતાના લોકોને સુધારવા બાબિલના લોકોનો ઉપયોગ કરીને આપ્યો. સમગ્ર પુસ્તકમાં દર્શાવેલ દારુણ દુઃખસહન છતાં ત્રીજો અધ્યાય આશાનું વચન પ્રગટ કરે છે. યર્મિયા ઈશ્વરની ભલાઈ યાદ કરે છે. પોતાના વાંચકોને પ્રભુની કરુણા તથા અચળ પ્રેમ વિષે જણાવતા તે ઈશ્વરના વિશ્વાસુપણાના સત્ય દ્વારા દિલાસો પૂરો પાડે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 586 થી 584 વચ્ચેનો છે.
યર્મિયા, બાબિલના લોકોએ યરુશાલેમને ઘેરો ઘાલ્યો તથા તેનો વિનાશ કર્યો તે પછીની યરુશાલેમની ભયંકર હાલતનો, નજરે જોયો અહેવાલ આપે છે.
વાંચકવર્ગ
જે હિબ્રૂઓ દેશનિકાલ દરમ્યાન જીવતા રહ્યા અને ઇઝરાયલ પાછા ફર્યા તેઓ અને બાઇબલના બધા જ વાંચકો.
હેતુ
રાષ્ટ્રીય અને વ્યક્તિગત બંને પાપના પરિણામો આવે છે. ઈશ્વર લોકો અને પરિસ્થિતિઓનો ઉપયોગ પોતાના અનુયાયીઓને પોતાની પાસે પાછા લાવવા સાધનો તરીકે કરે છે. ઈશ્વર જ એક આશા છે. જેમ ઈશ્વરે દેશનિકાલમાંથી યહૂદીઓનો શેષ બચાવ્યો તેમ, તેમણે પોતાના પુત્ર ઈસુમાં ઉદ્ધારક આપ્યો છે. પાપ અનંતકાળિક મૃત્યુ ઉપજાવે છે, તો પણ ઈશ્વર પોતાની ઉદ્ધારની યોજના દ્વારા અનંતજીવન આપવાનો પ્રસ્તાવ મૂકે છે. યર્મિયાનો વિલાપ પુસ્તક એ સ્પષ્ટ કરે છે કે પાપ અને બળવો ઈશ્વરનો કોપ લાવે છે (1:8-9; 4:13; 5:16).
મુદ્રાલેખ
વિલાપ
રૂપરેખા
1. યર્મિયા યરુશાલેમ માટે વિલાપ કરે છે — 1:1-22
2. પાપ ઈશ્વરનો કોપ લાવે છે — 2:1-22
3. ઈશ્વર કદાપિ પોતાના લોકોનો ત્યાગ કરતા નથી — 3:1-66
4. યરુશાલેમની ભવ્યતાનો નાશ — 4:1-22
5. યર્મિયા લોકો માટે મધ્યસ્થી કરે છે — 5:1-22
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.