Skip to content
BibleKenya

ઉત્પ

Genesis

Introduction from this edition

ઉત્પત્તિ

લેખક

યહૂદી પરંપરા અને બાઇબલના બીજા લેખકો મૂસાને સમગ્ર પંચગ્રંથ એટલે કે જૂના કરારના પ્રથમ પાંચ પુસ્તકોનો લેખક કહે છે કે જે પ્રબોધક અને ઇઝરાયલને છોડાવનાર હતો. મિસરના દરબારમાંનું તેણે મેળવેલું શિક્ષણ (પ્રેરિતોનાં કૃત્યો 7:22) અને યહોવાહ (ઈશ્વરનું હિબ્રૂ ભાષનું નામ) સાથેનો તેનો ઘનિષ્ઠ સંબંધ અને વ્યવહાર આ વિધાનને ટેકો આપે છે. ઈસુએ પોતે મૂસાને લેખક તરીકે પુષ્ટિ આપી હતી (યોહાન 5:45-47), અને તે જ રીતે તેમના સમયના શાસ્ત્રીઓ તથા ફરોશીઓએ પણ તેને પુષ્ટિ આપી હતી.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે.

સંભવિત છે કે જે વર્ષ દરમ્યાન ઇઝરાયલીઓએ સિનાઈ પાસે અરણ્યમાં છાવણી કરી ત્યારે કદાચ મૂસાએ આ પુસ્તક લખ્યું હતું.

વાંચકવર્ગ

શ્રોતાગણ શરૂઆતના ઇઝરાયલીઓ એટલે કે તેમની મિસરની ગુલામીમાંથી છુટકારો પામ્યા બાદના અને વચનના દેશ કનાનમાં પ્રવેશ્યા તે પહેલાંના લોકો હોવા જોઈએ.

હેતુ

મૂસાએ તેમના રાષ્ટ્રનો “કૌટુંબિક ઇતિહાસ” સમજાવવા આ પુસ્તક લખ્યું હતું. ઉત્પત્તિનું પુસ્તક લખવામાં મૂસાનો હેતુ કેવી રીતે મિસરની ગુલામીમાં રાષ્ટ્રની સ્થાપના થઈ (1:8) અને જે દેશમાં તેઓ પ્રવેશવાના હતા તે કેમ “વચનનો દેશ” હતો તે સમજાવવાનો હતો (17:8). તેનો હેતુ ઇઝરાયલ સાથે જે બધું બન્યું તેમાં ઈશ્વરનું સાર્વભૌમત્વ અને મિસરમાંની તેમની ગુલામી એક અકસ્માત નહોતો પણ ઈશ્વરની વિશાળ યોજનાનો એક ભાગ હતો (15:13-16, 50:20) અને ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર એ જ હતા કે જેમણે જગતનું સર્જન કર્યું હતું તે દર્શાવવાનો હતો (3:15-16). ઇઝરાયલના ઈશ્વર ઘણા દેવોમાંનાં માત્ર એક દેવ નહોતા પણ આકાશો તથા પૃથ્વીના સર્વોચ્ચ ઉત્પન્નકર્તા હતા.

મુદ્રાલેખ

શરૂઆતો

રૂપરેખા

1. સૃષ્ટિસર્જન — 1:1-2:25

2. મનુષ્યનું પાપ — 3:1-24

3. આદમની પેઢી — 4:1-6:8

4. નૂહની પેઢી — 6:9-11:32

5. ઇબ્રાહિમનો ઇતિહાસ — 12:1-25:18

6. ઇસહાક અને તેના પુત્રોનો ઇતિહાસ — 25:19-36:43

7. યૂસફની પેઢી — 37:1-50:26

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.