3 યોહ.
3 John
Introduction from this edition
યોહાનનો ત્રીજો પત્ર
લેખક
યોહાનના ત્રણ પત્રો ચોક્કસ એક જ વ્યક્તિનું લખાણ છે અને મોટા ભાગના વિદ્વાનો માને છે કે તે તો યોહાન પ્રેરિત હતો. યોહાન મંડળીમાં પોતાનું પદ તથા વૃદ્ધ ઉંમરને કારણે પોતાને “વડીલ” કહે છે. આ પત્રનો પ્રારંભ, સમાપન, શૈલી તથા દ્રષ્ટિકોણ યોહાનના બીજા પત્ર સમાન છે અને તેથી એક જ લેખકે આ બંને પત્રો લખ્યા છે તે સંબંધી કોઈ જ સંદેહ રહેતો નથી.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 85 થી 90 ની વચ્ચેનો છે.
યોહાને આ પત્ર લઘુ-આસિયામાંના એફેસસમાંથી લખ્યો હતો.
વાંચકવર્ગ
યોહાનનો ત્રીજો પત્ર ગાયસને સંબોધીને લખાયો હતો. દેખીતી રીતે આ ગાયસ યોહાન જે મંડળીઓ વિષે પરિચિત હતો તેમાંની એક મંડળીનો અગ્રણી સભ્ય હતો. તે લોકોના અથિતિ સત્કાર માટે જાણીતો હતો.
હેતુ
પત્રનો હેતુ સ્થાનિક મંડળીને આગેવાની આપવામાં પોતાના વખાણ તથા અહંભાવ વિરુદ્ધ ચેતવણી આપવાનો, પોતાની જરૂરિયાતો કરતાં સત્યના શિક્ષકોની જરૂરિયાતો પર વધારે ધ્યાન આપવાના ગાયસના વર્તનની પ્રસંશા કરવાનો (5-8), ખ્રિસ્તનાં કાર્ય કરતાં પોતાની જરૂરિયાતો પર વધારે ધ્યાન આપવાના દીયોત્રેફેસના તિરસ્કારપાત્ર વર્તન વિરુદ્ધ ચેતવણી આપવાનો (9), મુસાફરી કરતો પ્રચારક તથા આ પત્ર પહોંચાડનાર વ્યક્તિ તરીકે દેમેત્રિયસની પ્રસંશા કરવાનો (12) અને પોતાના વાંચકોને પોતે બહુ જલદી તેઓની મુલાકાત કરશે તે જણાવવાનો હતો (14).
મુદ્રાલેખ
વિશ્વાસીનો અતિથિ સત્કાર
રૂપરેખા
1. પ્રસ્તાવના — 1:1-4
2. મુસાફરી કરતા સેવકોનો અતિથિ સત્કાર — 1:5-8
3. દુષ્ટતાનું નહીં પણ ભલાઈનું અનુકરણ — 1:9-12
4. સમાપન — 1:13-15
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.
Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.